ગિરગઢડા
ભરત ગંગદેવ.
તા .૦૩ / ૦૭ / ૨૦૨૨ ને રવિવાર ના રોજ સુરત ખાતે આવેલી નાલંદા વિદ્યાલયમાં અખિલ ભારતીય કોળી સમાજ ( રજી . ) – ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી મનુભાઈ ચાવડાના ૬૧ માં જન્મદિન નિમિત્તે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું . જેમાં અતિથી વિશેષ તરીકે જાલમભાઇ મકવાણા ( પ્રદેશ મંત્રી ) , માવજીભાઈ ધાપા ( સુરત શહેર પ્રમુખ ) અને દિવ્યેશભાઈ ચાવડા ( પ્રદેશ યુવા અધ્યક્ષ ) , લક્ષ્મીકાંત પટેલ ( દક્ષિણ ઝોન પ્રભારી ) તેમજ રાજેશભાઈ જોળિયા ( ચેરમેન – આરોગ્ય સમિતિ ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા . જેમાં દિવ્યેશભાઈ એ આવનારા સમય માં ગુજરાતના એક – એક કોળી સમાજના વ્યક્તિને આયુષ્માન કાર્ડ કઢાવી આપવાનો સંકલ્પ લીધો હતો.આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલા પરિવારોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા .


