વાગરા મામલતદાર ઓફિસનાં આઉટસોર્સિંગ અને ફિક્સ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતર્યા છે.ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજવવા જઇ રહી છે.ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્ય સરકાર સામે પણ હવે આંદોલનોનો દોર શરૂ થયો છે.
રાજ્ય સરકાર હસ્તક વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાયો ચઢાવી આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ મામલતદારમાં ભેગા થયા હતા જ્યાં ભારે સૂત્રોચ્ચાર કરી હાથમાં બેનરો લઇ પોતાની માગણીઓ સરકાર સ્વીકારે તેવી માગ કરી હતી.


