Gujarat

અડાલજ પોલીસે ઘરફોડ ચોરી કરીને છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા ચોરને ઝડપી લેવાયો

ગાંધીનગર
ઘરફોડ ચોરી કરીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ચોરને ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદમાં લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા તાબાના પોલીસ મથકમાં મિલકત સંબંધી ગુનાઓ આચરી નાસતા ફરતા ગુનેગારોને ઝડપી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલાની ટીમે ગંભીર ગુનાના આરોપીઓ ને ઝડપી પાડવા માટે બાતમીદારોને સક્રિય કરીને પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. મળેલી પૂર્વ બાતમીના આધારે એલસીબીની ટીમે અડાલજ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી રીઢા ઘરફોડ ચોર તેજપાલસિંઘ કાલુસિંઘ લોવાડીયા (રહે. ડુંગરપુર, રાજસ્થાન, મૂળ. કલોલ રેલ્વે પૂર્વ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગે પીઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે ૨૪ વર્ષીય તેજપાલ ચાવી બનાવવાનો ધંધો કરે છે. બે વર્ષ અગાઉ બપોરના સમયે તેના મામા ના દિકરા સોનુસિંઘ સરદાર સાથે ખોરજ ગામ ગયા હતા. એક બહેનના ઘરે તિજાેરીની ચાવી બનાવવા માટે ગયા હતા. અને મહિલાની નજર ચુકવીને તિજાેરીમાંથી સોનાના દાગીના ચોરીને નાસી ગયા હતા. અને ચોરીનો મુદ્દામાલ તેની માતાને આપી દીધો હતો. જેતે સમયે પોલીસે તેની માતાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે તેજપાલ પોલીસથી બચવા માટે તેની સાસરી ડુંગરપુરમાં જઈને સંતાઈ ગયો હતો. જેને અડાલજ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી છે.

The-thief-was-caught-fast.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *