Gujarat

અદાણી ગ્રુપ દ્વારા સીએનજી ગેસમાં પ્રતિ કિલોએ ૧.૯૯ રૂપિયાનો વધારો જાહેર

અમદાવાદ
પેટ્રોલ- ડીઝલ અને એલપીજીમાં ભાવ વધારાને કારણે મોંઘવારીનો ડંખ વધુ ઘાતક બન્યો છે. સીએનજીના ભાવ વધારાને કારણે તેની અસર અન્ય ચીજવસ્તુઓ પર પણ જલ્દી દેખાશે તેવી અટકળો વધી રહી છે. શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે. આ મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે,પાંચ રાજ્યોની ચૂંટણી પછી સામાન્ય જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં સીએનજી કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર ધંધાને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા સીએનજી ગેસમાં પ્રતિ કિલોએ ૧.૯૯ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. નવા ભાવવધારા સાથે અદાણી સીએનજીનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા ૮૫.૮૯ ઉપર પહોંચ્યો છે. સીએનજીનો ભાવ ૮૩.૯૦ રૂપિયા હતો તે વધીને ૮૫.૮૯ રૂપિયા રહેશે. સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં સીએનજી કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *