Gujarat

અનાથ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ.૧૦ હજારની કિંમતનો એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા ફ્રી સ્માર્ટફોન આપવામાં આવશે

અમદાવાદ
ખૂબજ વખાણ લાયક ર્નિણય, અમદાવાદ માં એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં સ્માર્ટ સ્કૂલ અંતર્ગત એએમસી સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપવામાં આવશે. જેમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટેની સુવિધા આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં ૪૪૩ શાળાઓમાં ૧ લાખ ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીઓના માતા-પિતા ન હોય તેમને તથા જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિકતા આપી પહેલા સ્માર્ટફોન આપવામાં આવશે. હાલના તબક્કે ૫ હજાર જેટલા બાળકોની ઓળખ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ આપવામાં આવશે. આવનારા સમયમાં એએમસી સ્કૂલ બોર્ડમાં વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં અંદાજે ૧૦ હજારની કિંમતનો સ્માર્ટફોન આપવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. એએમસી સ્કૂલ બોર્ડની શાળામાં ભણતા જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થીઓને આ સ્માર્ટફોન આપવામાં આવશે. આવનારા નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને આ નવા સ્માર્ટફોન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *