Gujarat

અનેક કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવી રોડ-શોને કલ્ચરલ કાર્નિવલમાં તબદીલ કર્યો

વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે જામનગરની ધરતી પર પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો જામનગર ખાતે યોજાયો હતો. દીગજામ સર્કલથી સાત રસ્તા સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા. આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો કાર કાફલો પસાર થતા લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય‘, ‘વંદે માતરમસહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ હાથ હલાવીને જામનગરવાસીઓનો વ્યક્ત કરેલો આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *