Gujarat

અનેક વિવાદોમાં સપડાયેલા રહેતા પડધરી ટોલનાકું ફરી એક વાર વિવાદોમાં સપડાયું છે જેમાં મૂળ ખાખડાબેલાના યુવાન પર ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો 

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આસ્થા ટાઉનશિપમાં રહેતા મૂળ પડધરીના ખાખડાબેલા ગામના વતની મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના ૨૪ વર્ષના યુવાન પર પડધરી ટોલનાકે સિદ્ધરાજસિંહ ડોડીયા યુસુફ અને અન્ય બે શખ્સો મળીને માર મારતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે
આ અંગે મળતી માહિતી મુજબ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા પોતે ટેન્કર ચલવતા હોય જે ગઈકાલે પોતાનું ટેન્કર જામનગર થી રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે પડધરી ટોલનાકા પર ટોલટેક્ષ માંગવામાં આવ્યો હતો પરંતુ યુવાન મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા પોતે ખાખડાબેલાનો હોવાથી ટોલટેક્ષ ના ભરવાનો હોય તેમ કહ્યું હતું
 ત્યારે ટોલનાકાના કર્મીઓએ યુવાનને સિદ્ધરાજસિંહ ડોડીયા સાથે વાત કરી લેવાનું કહ્યું હતું થોડીજ ક્ષણોમાં સિદ્ધરાજ તેના સાગરીતો સાથે ટોલનાકા પર ઘસી આવ્યો હતો તેને મહાવીરસિંહ ને ટોલ ભરવા માટે જણાવ્યું હતું પરંતુ યુવાન પોતે લોકલ નાગરિક હોવાનું કહી ટોલ ભરવા માટે આનાકાની કરી હતી જેથી ઉશ્કરાયેલા સિદ્ધરાજ અને તેના સાગર રીતે યુવાનને ઢોર માર મારતાં તેના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પડધરી પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અહેવાલ નિખીલ ભોજાણી

Screenshot_20220921-160609_Google.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *