Gujarat

અપરિણીત વૃદ્ધના ૧૧ વર્ષની બાળકીને ચુંબન કરી અડપલાં કર્યા, વૃદ્ધ વિરુદ્ધ પોલીસ થઇ ફરિયાદ

વડોદરા
એક જ સોસાયટીમાં રહેતા વૃદ્ધ ૧૧ વર્ષની છોકરીને ચુંબન કરીને તેની સાથે શારિરીક અડપલા કરવાની કોશિષ કરી હતી. જેથી દિકરી રડતા રડતાં ઘર તરફ ભાગી હતી. સોસાયટીની યુવતી અને એક વ્યક્તિએ તેને વડોદરા પૂછતાં બાળકીએ હકીકત જણાવી હતી. જે યુવતીએ બાળકીના પિતાને જણાવતા વૃદ્ધ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માંજલપુર વિસ્તારમાં રહેતા હર્ષદ પટેલ (ઉ.વ-૬૭) બરોડા ડેરીમાંથી નિવૃત થયા છે અને હાલમાં નિવૃતિનું જીવન ગુજારે છે. તેઓએ લગ્ન કર્યા ન હોવાથી એકલું જીવન જીવે છે. તેઓ કામ અર્થે બહાર નિકળ્યા હતા. ત્યારે સોસાયટીના કોમન પ્લોટમાં ૧૧ વર્ષીય સ્વાતી (નામ બદલ્યું છે) ગલુડીયા રમાડતી હતી. તેમણે સ્વાતીને બાથ ભરીને ચુંબન કર્યું હતુ અને અન્ય શારિરીક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્વાતી પોતાની જાતને ગમેતેમ કરીને છોડવીને રડતા-રડતા ઘર તરફ ભાગી હતી. દરમિયાન નયના (નામ બદલ્યું છે) સ્વાતીને રસ્તામાં મળી હતી અને તેને પૂછ્યું હતું કે તું કેમ આવી રીતે રડે છે? સ્વાતીએ હકીકત જણાવતાં નયનાએ સ્વાતીને લઈને હર્ષદભાઈ પાસે જઇ આવું કેમ કર્યું? તેમ પૂછતાં અન્ય એક રહિશ પણ ત્યાં આવી ગયા હતા અને તેઓએ સ્વાતીના પિતાને સ્વાતી સાથે બનેલી આખી ઘટના વિશે જાણ કરી હતી. એક વૃદ્ધે પોતાની ફૂલ જેવી દિકરી પર આવુ વિકૃત કૃત્ય આચર્યું હોવાને કારણે તેઓએ હર્ષદ પટેલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હર્ષદ પટેલ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *