ભુજ
અબડાસા તાલુકાના વાયોર ગામમાં પશુ ઘાસનું ખનગી કંપની દ્વારા અનુદાન કરવામાં આવ્યું હતું. અહીંના અલ્ટ્રાટેક કોમ્યુનિટી વેલ્ફેર ફાઉન્ડેશન, યુનિટ સેવાગ્રામ સિમેન્ટ વર્કસ દ્વારા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ગામના પશુઓ માટે ઘાસ-ચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અંદાજિત ૪૨૬૦ જેટલા અબોલા પશુઓને માટે ઘાસચારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ગામના આગેવાનો અને માલધારીઓ સેવાકાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા. હાલ ઉનાળાની કપરી પરિસ્થિતિમાં પશુપાલકોને ઘાસ-ચારા માટે ખુબ તકલીફ પડી રહી છે. આ હાલાકી દૂર કરવા કંપની દ્વારા માલધારીઓને ઘાસચારા માટે આર્થિક સહાય કરવામાં આવી હતી. આ વેળાએ ગામના સરપંચ પ્રભાતસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, નારૂભા જાડેજા, ભુપતભાઇ ભટ્ટ, અબોટી પ્રતિકભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો,પશુપાલકો અને અલ્ટ્રાટેક સિમેન્ટ ના કર્મચારી રમેશ પટેલ, બાબુલાલ યાદવ, યોગેશ વ્યાસ, જ્યોત્સના ગોસ્વામી અને ખેતુભા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાયોર ના સરપંચશ્રી અને આગેવાનો દ્વારા આ કાર્યની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો.