ગિરગઢડા તા 10
ભરત ગંગદેવ
અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડા ખાતે તાલુકા કક્ષાનાં કલા મહાકુંભ 2022ની ઉજવણી આજ રોજ તારીખ 08-02-2022 અને મંગળવાર નાં રોજ શાનદાર રીતે થઈ. કોરોના સંક્રમણ ની તકેદારીનાં ભાગ રૂપે સમગ્ર આયોજન સંક્ષિપ્ત રખાયું. આ કાર્યક્રમનાં અધ્યક્ષ યુવક મંડળ નાં પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ રહ્યા.આ ઉપરાંત ઉપ પ્રમુખ શ્રી નવીનભાઈ સોલંકી, એસ.વી.એસ. કન્વીનર શ્રી નરેશભાઈ ઉપાધ્યાય, તાલુકા કક્ષા નાં કલા મહાકુંભના કન્વીનર શ્રી રઘુભાઈ બારડ,આચાર્ય શ્રી રત્નેશભાઈ જોષી, નિર્ણાયક શ્રી કામળીયા સાહેબ, શરદભાઈ પંડ્યા અને કલાગુરુ પાયલબેન કાનાણી ની પ્રેરક ઉપસ્થિતિ રહી.
આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના થી થઈ. ઉપસ્થિત મહાનુભાવો નાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.ત્યાર બાદ શાળાનાં આચાર્યશ્રી રત્નેશભાઇ જોષી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું અને પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું. એસ.વી.એસ. કન્વીનર શ્રી નરેશભાઈ ઉપાધ્યાયે પણ વિદ્યાર્થીઓને પોતાના પ્રેરક વક્તવ્યથી પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમનાં અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા બદલ શુભકામના આપી સારા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી.
આ કાર્યક્રમમાં દિવંગત સ્વર સામ્રાજ્ઞી સુશ્રી લતા મંગેશકરજી ને કલાગુરુ પાયાલબેન, સંગીતાબેન ચૌહાણ અને સારસ્વતમિત્ર સંજયભાઈ પરમાર દ્વારા સ્વરાંજલિ આપવામાં આવી.
આ કાર્યક્રમને તાલુકા કન્વીનર રઘુભાઈ બારડ દ્રારા ખુલ્લો મુકવામાં આવ્યો.આ કાર્યક્રમ ની શરૂઆત અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડાની બહેનોનાં પરંપરાગત રાસ દ્વારા થઈ. સાજીંદાઓમાં હાર્મોનિયમ પર પ્રિન્સ મકવાણા,ઢોલક પર કવન જોષી, ગાયનમાં ઈશા અને મિત્તલ ડાભી રહ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સારસ્વતમિત્ર શ્રી ધનંજયભાઈ ભટ્ટે કર્યું અને સુંદર ફોટોગ્રાફી મેહુલભાઈ પરમાર અને આશિષભાઈ પંડ્યાએ કરી.
કાર્યક્રમ નાં અંતે અલ્પાહારની વ્યવસ્થા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી ટૂંકાગાળા માં સરસ આયોજન કર્યું તે બદલ હૃદય પૂર્વક અભિનંદન…!