बाल देवो भव।
તાલુકા કક્ષા કલા મહાકુંભ
ગિરગઢડા
ભરત ગંગદેવ
ગિરગઢડા મામલતદાર રાઠવી ના અધ્યક્ષ સ્થાને કલા મહાકુંભ કાર્યક્રમ ની શરૂઆત થઈ. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી બાળ કલાકારો, માર્ગદર્શક ઓ, કલા પારખું નિર્ણાયક ઓ, તાલુકાની વિવિધ શાળાના આચાર્ય ઓ, પત્રકાર મિત્રો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા. જયભાઈ ભટ્ટ, પ્રિન્સ ઝાલા અને સાથી દ્વારા ગણપતિ વંદનાની સૂરમય પ્રસ્તુતિ કરવામાં આવી. ત્યાર બાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું શાળાના આચાર્ય રત્નેશભાઇ જોષી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ધનાંજયભાઈ ભટ્ટ એ કર્યું . યુવક મંડળ ના પ્રમુખ રાજુભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કલા મહાકુંભ તાલુકા કન્વીનર રઘુભાઈ બારડ દ્વારા કાર્યક્રમની રૂપરેખા વિશે સૌને માહિતગાર કરાયા. અભિનવ પરિવારના ગુરુજનો દ્વારા આમંત્રિત મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા કલાત્મક રીતે બનાવેલ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કલા મહાકુંભ કાર્યક્રમની શાનદાર શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ નૃત્ય, ગાયન, વાદન, ચિત્રકામ, એક પાત્રીય અભિનય, રાસ, ગરબા વિગેરેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો તમામ આમંત્રિત મહેમાનો ગુરુજનો અને સ્પર્ધકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી. આમ કલા મહાકુંભ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
તાલુકા કક્ષા કલા મહાકુંભ માં અભિનવ વિદ્યામંદિર ગઢડા ના તેજસ્વી તારલાઓ નું ઉત્કૃષ્ટ પ્રદર્શન.
*૧૫ થી ૨૦ વર્ષ*
+ ગોહિલ આનંદીબેન જે.
(પ્રથમ)
લોકગીત/ભજન
+ ઝાલા પ્રિન્સ
(પ્રથમ)
હાર્મોનિયમ
+ જોષી કવન પી.
(પ્રથમ)
તબલાં
+ જાદવ ક્રિષ્નાબેન
(દ્વિતીય)
સુગમ સંગીત
+ ભીલ અવનીબેન
(પ્રથમ)
નિબંધ લેખન
+ સિપાઈ સાનિયાબેન જે.
(પ્રથમ)
વક્તૃત્વ સ્પર્ધા
+ ગરબા
(પ્રથમ)
અભિનવ વિદ્યા મંદિર ગૃપ
+ ભટ્ટ ક્રિષ્નાબેન ગૃપ
દ્વિતીય
સમૂહગીત
*૬ થી ૧૪ વર્ષ*
+ દુધરેજિયા હેમાંગીબેન
(દ્વિતીય)
એક પાત્રિય અભિનય
+ કલસરિયા હિતેષ
( તૃતિય)
વક્તૃત્વ સ્પર્ધા
+ જોખિયાં સૂમૈયાબેન
(તૃતિય)
ચિત્રકલા
તમામ સ્પર્ધકોને તૈયારી કરાવનાર સૌ ગુરુજનો, સુનીતાબેન, પૂનમબેન,રીતુબેન, દૃષ્ટિબેન,વંદનાબેન,

