Gujarat

અમદાવાદના પૂર્વ રેન્જ આઈજી IPS સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્ર ન્યૂયોર્કમાં પોલીસ ઓફિસર બન્યાં

અમદાવાદ
અમદાવાદના પૂર્વ રેન્જ આઈજી અને ૈંઁજી સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્ર ન્યૂયોર્કમાં પોલીસ ઓફિસર બન્યાં છે. પિતાએ આઇપીએસ ઓફિસર તરીકે ગુજરાત પોલીસ ખાતામાં પ્રશંસનીય ફરજ બજાવી હતી. જે બદલ મરણોત્તર ચંદ્રક રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગત મહિને એનાયત કરાયો હતો, ત્યારે તેમના પુત્ર એ સ્વર્ગસ્થ પિતાનું સપનું સાકાર કર્યું હોય, એમ વિશ્વની સૌથી મોટી અને ચુનંદા પોલીસ ફોર્સ તરીકે ગણાતી અમેરિકાના ન્યૂયોર્કમાં પોલીસ ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવી સમગ્ર વિશ્વમાં માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાતનું નામ ઝળહળતું કર્યું છે. ગુજરાત પોલીસમાં વરિષ્ઠ અધિકારી તરીકે સેવા આપી ફરજ દરમિયાન અવસાન પામેલા તત્કાલીન અમદાવાદ રેન્જ આઈજી કેસરીસિંહ ભાટી (ૈંઁજી)ના પુત્ર જયદેવસિંહ ભાટીની અમેરિકાના ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ઓફિસર તરીકે તાજેતરમાં નિયુક્તિ થઈ છે. ભારતમાં પીએસઆઇની સમકક્ષ ગણાતા આ પદ ઉપર જયદેવસિંહ ભાટી શરૂઆતના ૬ માસ દરમિયાન ન્યૂયોર્ક શહેરના ૪ પોલીસ મથકોમાં તેમના ઉપરી અધિકારી સાર્જન્ટ અને લ્યુટેન્ટના હાથ નીચે તાલીમી અધિકારી તરીકેનો અનુભવ લેશે. ત્યારબાદ તેમને વિશ્વના સૌથી મોટા ગણાતા ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ કરાશે. ૨૬ વર્ષના જયદેવસિંહએ અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિયેટ ડિગ્રી હાંસલ કર્યા બાદ સિવિલ સર્વિસીસની પરીક્ષા આપી હતી. જેમાં સફળતાપૂર્વક ઉર્તીણ થયા બાદ તેમને પીએસઆઇની સમકક્ષ પોલીસ ઓફિસર તરીકે ન્યૂયોર્ક શહેરમાં નિમણૂક મળી છે. જયદેવસિંહના પિતા ૧૯૯૬થી ૧૯૯૯ સુધી વલસાડમાં વિભાગીય પોલીસ વડા હતા. ત્યારબાદ સુરત જિલ્લા પોલીસ વડા તરીકે કાયદો વ્યવસ્થા સાંભળી હતી. બાદમાં અમદાવાદ રેન્જ આઈજી તરીકે બઢતી થઈ હતી. ચાલુ ફરજ દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.ગત માસમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની વિશિષ્ઠ પોલીસ સેવા માટેનો ચંદ્રક એનાયત કરાયો હતો જેને સ્વ. કેસરીસિંહ ભાટીની ધર્મપત્ની નિપાબા ભાટીએ સ્વીકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જયદેવસિંહે ધો.૧૨ સુધીનો અભ્યાસ અમદાવાદની સત્વ વિકાસ સ્કૂલમાં કર્યો હતો. પિતાની પોલીસ ખાતામાં ટ્રાન્સફરેબલ જાેબ હોવાથી તે પહેલાનો અભ્યાસ સુરત અને બરોડામાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ કોલેજ ન્યૂયોર્કમાં કરી આ ગૌરવવંતી સિદ્ધિ મેળવી ગુજરાતના સમસ્ત રાજપૂત સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *