અમદાવાદ
રાજ્ય પોલીસ વડા દારૂ અને જુગારના કેસોમાં અમુક જ કિસ્સામાં કાર્યવાહી કરતા હોવાની પોલીસબેડામાં ચર્ચા છે. અમુક અમદાવાદ અમે ગોધરા જેવા જિલ્લામાં પણ કોઈ કાર્યવાહી ન થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કોના ઈશારે અમુક કેસોમાં કાર્યવાહી અને અમુક કેસોમાં કાર્યવાહી નથી થતી તેની ચર્ચા પોલોસ બેડામાં ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં સોનુની રોજની ૨૫૦૦ પેટીનું મસમોટું કટીંગ થઈ રહ્યું હોવાનું નકારી શકાય તેમ નથી. આટલા મોટા કટીંગ અંગે ના તો સ્ટેટ મોનીટરીંગ સેલ, સીઆઇડી ક્રાઇમ કે અમદાવાદની એજન્સીઓ પણ આંખ આડા કાન કરી રહી છે. આમ બેફામ ખુલ્લેઆમ ચાલતી વિનોદની લાઈન અંગે કોઈ જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી. આમ રાજયમાં ૨૧ હજાર પેટી દારૂ રોજ બરોજ વિનોદ ઘુસાડી રહ્યો છે.અમદાવાદ પોલીસ તંત્રની છાપ સુધારવા માટે હવે ગૃહ વિભાગ આકરાં પગલાં લઈ રહ્યું છે. શહેરી વિસ્તારોમાં જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ ફુલીફાલી હશે તેવા બદનામ પોલીસ સ્ટેશનોનો સંપૂર્ણ સ્ટાફ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં રોજ બરોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો બેફામ ઘુસાડવામાં આવી રહ્યો છે. સોલા વિસ્તારમાં આવેલા વૈષ્ણોદેવી ટોલ નાકા પાસે એક ડમ્પરમાંથી ૨૦,૭૨૪ દારૂ અને બિયરની બોટલો પકડી પડી હતી. પોલીસે ૩૯,૨૧,૬૦૦ની કિંમતનો દારૂ પકડાતા સ્થાનિક પોલીસ અને એજન્સીઓની પોલ ખુલી ગઈ હતી. અમદાવાદ શહેરમાં સોનુ નામનો બુટલેગર ૨૫૦૦ પેટીનું કટીંગ બિન્દાસ્ત કરે છે. સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક અધિકારીએ શહેરના ઉચ્ચ આઈપીએસ અધિકારીના ઘરના ફર્નિચર સહિતની વ્યવસ્થા કરી હોવાથી ખૂબ રોફમાં ફરે છે. પણ હવે ગૃહ રાજ્યમંત્રીએ આખા વિવાદિત પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ બદલી નાખવાની શરૂઆત કરતા સોલા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલાય તો નવાઈ નહિ. શહેરના એસપી રિંગ રોડ પર આવેલા વૈષ્ણદેવી ટોલ નાકા પાસે ઓગણજ ખાતેથી એક દારૂ ભરેલું ડમ્પર રોજ બરોજ પસાર થતું હોવાની અનેક ફરિયાદ સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. આખરે સ્થાનિક એજન્સીઓ અને ક્રાઇમ બ્રાન્ચ પણ કઈ ન કરતા આખરે સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી હતી. પોલીસે ડમ્પરમાંથી ૮૦૦ પેટી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે ગણતરી કરતા ૨૦૭૨૪ દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આમ કુલ ૩૯,૨૧,૬૦૦ની કિંમતનો દારૂ પકડાતા સોલા પોલીસ અને અમદાવાદની પોલીસ એજન્સીઓ શંકાના દાયરામાં આવી ગઈ હતી. પોલીસે ડમ્પર ચાલક છગન નગારામ ચૌધરી (બેનિવાલ) (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જાેકે દારૂની રનિંગ પરમિશન હોવાનું બહાર આવ્યું છે પરંતુ સ્થાનિક અધિકારી રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી તેમની સામે કોઈ પગલાં નહિ લેવાય તેવી પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.
