Gujarat

અમદાવાદની પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે મારઝૂડની ફરિયાદ નોંધાવી

અમદાવાદ
અમદાવાદ શહેરના દાણીલીમડામાં રહેતી રેહાનાના લગ્ન ૨૦૧૨માં અસીમઅલી નામના યુવક સાથે થયા હતા. અને સંતાનમાં તેને ૯ વર્ષનો દીકરો છે. જાેકે લગ્ન બાદથી જ અસીમઅલી નાની નાની વાતોમાં રેહાના સાથી ઝઘડો કરી તેને હેરાન કરતો. આટલું જ નહીં રેહાનાના સસરા તેને કહેતા, તું મને પસંદ નથી હું તને મારા દીકરા સાથે નહીં રહેવા દઉં, મારા દીકરા માટે બીજી પત્ની લાવીશ. આમ કહીને માનસિક ત્રાસ આપતા હતા. તેના ઘરની બાજુમાં જ રહેતા નણંદ અને નણદોઈ પણ ઘરે આવે એટલી વખત તેના પતિને ચઢામણી કરતા હતા. ઉપરાંત નણદોઈ અવાર નવાર કહેતા કે, તું મારા સાળાના ઘરમાં ના જાેઈએ, અમે તને ઘરમાંથી નીકાળીને જ રહીશું. પતિ પણ અવારનવાર તેની સાથે મારઝૂડ કરતો હતો. લગ્નના એક વર્ષ બાદથી જ રેહાના ઘર સંસાર ન બગડે તે માટે તમામ ત્રાસ સહન કરતી રહી. અને તે પિયર જાય ત્યારે તેના માતા-પિતા સમજાવીને તેને પાછી સાસરીમાં મૂકી જતા. જે બાદ પતિ થોડા દિવસ સારી રીતે રાખતો અને ફરી મારઝૂડ કરવા લાગતો. જાેકે એકાદ માસ અકાઉ અસીમઅલીએ ફરીવાર રેહાના સાથે મારઝૂડ કરી હતી અને તેને દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ પિયરમાં જઈને રેહાનાએ હવે પતિ તથા સાસરીયા સહિતના લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.અમદાવાદમાં પતિ પત્નીના પવિત્ર સંબંધને ફરી એકવાર કલંકિત કરતી ઘટના બની છે. શહેરના દાણીલીમડામાં એક પરિણીતાએ પોતાના પતિ, સસરા, નણંદ-નણદોઈ સહિતના સાસરીયા સામે મારઝૂડ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના આક્ષેપ છે કે, લગ્નના એક વર્ષ બાદથી જ સાસરીમાં તેને ઘરકામ તથા બીજી નાની નાની વાતોમાં બોલાચાલી ઝઘડો કરીને મારપીટ કરવામાં આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *