અમદાવાદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી ૪૦ વર્ષીય મહિલાને કોરોનાકાળના લોકડાઉન દરમિયાન પતિ છોડીને જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા અને પિતાએ રહેવા માટે ઘર આપ્યું હતું. જાે કે સાવકી માતાને આ પસંદ ન આવતાં ઘર છોડીને જતાં રહેવા કહ્યું હતું. મહિલાએ પતિને પણ ઘર શોધવા કહ્યું પરંતુ તેઓ પણ ઘર શોધવાની જગ્યાએ ઝઘડો કરતાં હોવાથી તેઓ કંટાળી ગયા હતાં. છેવટે મહિલાએ અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે તેઓને સમજાવ્યા હતા. પરંતુ તેઓ આશ્રયગૃહમાં જ રહેવા માગતા હોવાથી તેઓને ત્યાં મૂકી મદદ કરી હતી. થોડા દિવસ પહેલા એક મહિલાનો અભયમ હેલ્પલાઇન પર ફોન આવ્યો હતો. તેઓને મદદની જરૂર હોવાથી ત્યાં પહોંચી કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમની ઉંમર ૪૦ વર્ષ છે. પાંચ વર્ષ અગાઉ તેમના લગ્ન થયા હતા. કોરોના લોકડાઉન દરમ્યાન તેમના પતિ છોડીને ચાલ્યા ગયા છે. જે આજ સુધી પરત ન આવતાં તેમના પિતાએ તેમને રહેવા આપેલા ઘરમાં રહેતા હતા. એક વર્ષ અગાઉ તેઓએ સમાજના એક પુરુષ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ પતિ-પત્ની પિતાજીએ આપેલા ઘરમાં રહે છે અને આ વાત તેમની સાવકી માતાને પસંદ ન હોવાથી મહેણા ટોણા મારતા હતા. મહિલાને ઘર ખાલી કરી આપવા માટે વારંવાર કહેતા હતા. મહિલા પોતાના પતિને અવાર નવાર ભાડે ઘર લેવાનું કહેતા તેઓ પણ ભાડે ઘર શોધવાની જગ્યાએ ઝઘડો કરી ગાળો બોલતા હતા. મહિલાના પિતાને પણ આ ઘર તોડીને નવું ઘર બનાવવુ હતું. જેથી મહિલાને ઘર ખાલી કરવાનું કહેતા હોય મહિલા પાસે બીજી કોઈ સગવડ ન હોય મહિલા સંસ્થામાં રહેવાં માટે જણાવતા હતા. તમામ બાબતો જાણી મહિલાના માતા પિતા અલગ રહેતા હોય અને હાલમાં હાજર ન હોય જેથી મહિલા અને તેમના પતિને સમજાવી મહિલાના પતિને ટૂંક સમયમાં ભાડે ઘર શોધવાનું સમજાવ્યુ હતું. પરંતુ મહિલા પતિ સાથે રહેવાની ના પાડતા હતા. જેથી તેમને આશ્રય ગૃહમાં આશરો આપ્યો હતો. પતિને ટૂંક સમયમાં ભાડે મકાન શોધી લઈ મહિલાને પરત ઘરે લઈ આવવા સમજાવી મદદ પૂરી પાડી હતી.
