Gujarat

અમદાવાદની યુ.એન.મહેતાના આરએમઓ કૌશિક બારોટની ધરપકડ

અમદાવાદ
ડોકટર કૌશિક બારોટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવે છે. તેઓ ઘણા સમયથી યુ. એન. મહેતા હોસ્પિટલ વિશે ખરાબ લખાણ લખતા હતા તેમજ અહીં ટ્રીટમેન્ટ કરવી સારી નથી એવું લખતા હતા. તેમની ધરપકડ બાદ માલૂમ પડ્યું કે તેઓ બીજાના નામે સિમકાર્ડ રાખતા હતા. એ ઉપરાંત તેઓ મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે જેમાં સામેવાળી વ્યક્તિને ફોન કરો તો મોબાઈલ નંબર ન દેખાય અને પોતાની જગ્યાએ યુવતીનો આવાજ જાય, જેનાથી કોઈ બીજાની બદનામી થઈ શકે. આ બાબત અમારી સામે આવી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતા હતા. ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ કરતા હોવાથી હોસ્પિટલના ડાયરેક્ટર આરકે પટેલ આ અંગેની જાણ અમદાવાદ સાયબર ક્રાઇમને કરતાં ક્રાઈમ બ્રાંચે ડૉકટર કૌશિક બરોટની ધરપકડ કરી છે.

U.N.-At-Mehta-Hospital.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *