અમદાવાદ
ગોમતીપુરના ૨૩ વર્ષીય યુવક વિશાલસિંગ ભૂસરીને સિવિલ એન્જિનિયરિંગની માસ્ટર ડીગ્રીના અભ્યાસ માટે કેનેડા જવાનું હતું. એ માટે ૪૮ કલાક પહેલાં રિપોર્ટ કરાવવાનો હોવાથી તેમણે સુપ્રાટેકમાં રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યા બાદ બીજા દિવસે જ તેણે ગોમતીપુર રેફરલ હોસ્પિટલ ખાતે આવેલા ડોમ પર ટેસ્ટ કરાવ્યો હતો. જાેકે એ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ફરી શંકા જતાં બીજા દિવસે તેણે ગ્રીનક્રોસ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતાં એ પણ નેગેટિવ આવ્યો હતો. રાણીપમાં રહેતા ૩૧ વર્ષના યુવકની ઓફિસમાં કેટલાક કર્મચારી પોઝિટિવ આવતાં તેણે ૧૪ જાન્યુઆરીએ મ્યુનિ.ના આર્યવીલા પાસેના ડોમમાં આરટીપીસીઆર કરાવ્યો હતો, પણ ૩ દિવસે રિપોર્ટ આવવાનો હોવાથી તેણે સુપ્રાટેકમાં કોરોના રિપોર્ટ કરાવતાં ત્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી યુવક સેલ્ફ ક્વોરન્ટીન થયો હતો. બે દિવસ પછી તેના સંબંધી દ્વારા મ્યુનિ.માં કરાવેલા રિપોર્ટની તપાસ કરતાં ત્યાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ગોમતીપુરના યુવકને કેનેડા જવાનું હોવાથી તેણે પહેલા ન્યૂબર્ગ સુપ્રાટેક રેફરન્સ લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવતાં તેણે બીજા દિવસે જ મ્યુનિ.ના ડોમમાં કરાવેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એ પછી અન્ય એક ખાનગી લેબમાં કરાવેલો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.