વસ્ત્રાલ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ગીરીવર રેસીડેન્સીમાં કમલાબેન પટણીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી કે, તેમને સંતાનમાં ૩ દિકરા અને બે દિકરી છે. તેમની દિકરી શીતલ (ઉ.૨૫)ના લગ્ન બાપુનગર ખાતે રહેતા મનોજ પટણી સાથે થયા હતા. લાંબા સમયથી તે પિયરમાં રહેતી અને છેલ્લા ૩ દિવસથી તે સાસરીમાં ગઇ હતી. દરમિયાનમાં ૫ મેની રાત્રે ઘર પાસે જાેર જાેરથી અવાજ આવતો હતો. જેમા બુમો પાડતો અને અવાજ આવતો હતો. બહાર જઇ જાેતા શીતલ આવી હતી અને દારુના ભરપુર નશામાં હતી અને તેના મોમાંથી દારુની વાસ આવતી હતી. તેને શાંત રાખવા પ્રયાસ કર્યો પરંતુ તે શાંત રહેતી ન હતી અને ધમાલ કરતી હતી. જાહેરમાં બુમો પાડી બિભત્સ વર્તન કરવા લાગી હતી આખરે પરિવારે જ પોલીસમાં ફોન કરી જાણ કરી હતી. પોલીસે શીતલની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો. સાસરીમાંથી આવી દારુ પીને પીયરમાં આવી ધમાલ કરી હતી. આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.વસ્ત્રાલમાં ૨૫ વર્ષીય દિકરી સાસરીમાંથી પીયરમાં દારુના નશામાં આવી રસ્તા પર હોબાળો કર્યો હતો. પરિણીતાએ ઘર બહાર બુમો પાડી બરાડા પાડ્યા અને શાંત ન રહી ધમાલ મચાવી હતી. આખરે આ અંગે રામોલ પોલીસને પરિવારને જાણ કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી.