Gujarat

અમદાવાદમાં બે સગીર દીકરીઓને અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સમજાવી

અમદાવાદ
અમદાવાદ શહેરમાં માતાએ અભયમની ટીમને ફોન કરીને જણાવ્યું હતું કે,મારી ૧૪ વર્ષની બે સગીર દીકરીઓ છે.જે મોબાઈલ ફોનનો ગેરવ્યાજબી રીતે ઉપયોગ કરે છે. તેમને ઓનલાઈન એક યુવક સાથે પ્રેમ થતાં તેની સાથે આખો દિવસ ફોન પર વાતો કર્યાં કરે છે. અમે તેમને સમજાવીએ તો ધાકધમકીઓ આપે છે. આવો કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ કોલના સ્થળ પર પહોંચી હતી. તેમણે માતાની પુછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે, બંને સગીરાઓને ઓનલાઈન અભ્યાસ ચાલતો હોવાથી મોબાઈલ ફોન આપ્યો હતો. પરંતુ થોડા મહિનામાં જ તેઓ આખો દિવસ ફોન પર વ્યસ્ત રહેવા માંડી છે અને વીડિયો બનાવી રહી છે. અમે આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે, બંને દીકરીઓને ઓનલાઈન કોઈ યુવક સાથે મિત્રતા થઈ હતી બાદમાં પ્રેમ થઈ ગયો હોવાથી આખો દિવસ તેની જ સાથે વાતો કર્યા કરે છે. માતા પિતાએ આ અંગે દીકરીઓને ઠપકો આપ્યો અને મોબાઈલ ફોન લઈ લેવાની વાત કરી ત્યારે દીકરીઓ માતા પિતાને ધમકી આપીને ઝઘડો કરીને ઘરમાં તમામ સભ્યો સાથે અબોલા લઈ લીધા હતાં. તે ઉપરાંત તમામ લોકો સાથે ગેરવર્તન કરવા માંડી હતી. આ સાંભળીને અભયમની ટીમે બંને સગીરાઓને બોલાવી હતી તેમનું કાઉન્સેલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપી ભવિષ્ય વિશે સમજાવ્યું હતું. જે સાંભળીને બંનેને પોતાની ભૂલ સમજાઈ હતી. અભયમની ટીમે આમ આખો મામલો થાળે પાડ્યો હતો.કોરોના કાળના લોકડાઉન બાદ શિક્ષણ કાર્ય ઓનલાઈન શરૂ થયું હતું. આ સમયગાળામાં વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનનું વળગણ લાગ્યું હતું. જેના કારણે ખરાબ અસરો બાળકો પર પડી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં હતાં. હવે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૧૪ વર્ષની બે સગીરાને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં કરતાં સોશિયલ મીડિયા પરથી એક યુવક સાથે પ્રેમ થયો હતો. જેથી સગીરા આખો દિવસ ફોન પર વાતો કર્યા કરતી અને વીડિયો બનાવતી હતી. માતા પિતાને જાણ થતાં બંને સગીરાઓને ઠપકો આપ્યો તો બંનેએ માતાપિતા સાથે ઝગડો કરીને ધાકધમકીઓ આપતી હતી. જેથી માતાપિતાએ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. અભયમની ટીમે બંને સગીરાઓનું કાઉન્સેલિંગ કર્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *