Gujarat

અમદાવાદમાં મોબાઈલ ચોરી થતાં યુવકે મિત્રનું ખિસ્સુ તપાસતા છરી વડે મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ
અમદાવાદના રાયખડ વિસ્તારમાં રહેતા લીલાબેન જાદવે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમના ત્યાં ભાડે રહેતા રોહિત પરમારનો ફોન ચોરી થઈ ગયો હતો. જેથી તેઓ આ વિશે તેમના ઘરે પૂછવા માટે આવ્યો હતો. ત્યારે ધ્રુવ જાદવે રોહિતને જણાવ્યું હતું કે, તેણે રાહુલ કહાર નામના યુવકને તેના ઘરની બાજુમાં વહેલી સવારે આટાં ફેરાં મારતા જાેયો હતો. જેથી ધ્રુવ, લીલાબેન, રોહિત તથા તેના માતા પિતા દર્શન કહારને શોધવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન દર્શન કહાર જવાહર ચોક પાસે બેઠેલો દેખાયો હતો. ત્યાં જઈને દર્શનની પૂછપરછ કરતા તેણે પોતાની પાસે ફોન ન હોવાનું જણાવ્યું હતું. જેથી ધ્રુવ અને રોહિત તેના ખિસ્સાની તપાસ કરતા ફોન મળ્યો નહોતો. આ દરમિયાન ધ્રૂવ દર્શનને કહ્યું કે, તે જ મોબાઈલ લીધો છે અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. એટલામાં દર્શન ઉશ્કેરાઈ ગયો હતો. જેને ધ્રુવને છાતીમાં છરીના ઘા ઝિંકી દીધા હતા. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અમદાવાદના રાયખડ વિસ્તારમાં એક યુવકની તેના પરિચિત યુવકે છરીના ઘા મારી હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતક યુવકના નજીકના વ્યક્તિનો મોબાઇલ ચોરાઇ ગયો હતો જે અંગે તેણે એક વ્યક્તિ પર શંકા કરી હતી. જેની પૂછપરછ કરીને તેની પાસેથી મોબાઇલ ન મળતાં તે યુવક ઉશ્કેરાઈ ગયો હતો. જેથી તેણે પોતાની પાસેની ફોન ન મળતા આક્ષેપ કરનાર યુવકને છરીના ઘા માર્યા હતા. આ બનાવમાં યુવકનું મોત નીપજ્યું હતું આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

The-young-man-stabbed-his-friend-to-death.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *