અમદાવાદ
અમદાવાદના નારોલ વિસ્તારમાં એક પરિવારમાં માતા- પિતા,ત્રણ બહેનો અને એક નાનો ભાઈ સાથે રહે છે. બધાં છૂટક કામ કરતા હોવાથી બહાર હતા. નાનો ભાઈ રમવા ગયા હતા. તે મોકાનો ફાયદો ઉઠાવી નારોલ ગામનાં જ બે વ્યક્તિ ઘરે આવ્યા. તેમાંથી એકની આશરે ઉમર ૫૫ વર્ષ અને બીજાની ઉંમર આશરે ૩૫ વર્ષની હતી. બેમાંથી એક વ્યક્તિ ઘરની બહાર ઊભો રહ્યો ને એક વ્યક્તિ ઘરની અંદર ગયો હતો. તેણે યુવતીને કહ્યું હતું કે હું તારી સાથે શારીરિક સંબંધો રાખવા માંગુ છું.અચાનક જ તેણે યુવતીને ધક્કો મારી નીચે પાડી તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ પોતાના સ્વબચાવ માટે સમારેલા શાકભાજી અને ઘરનું તાળું છૂટું માર્યું હતું. જેથી યુવક ડરી અને તેના સાથીદાર સાથે ભાગી ગયો હતો. ત્યારબાદ પરિવારજનો ઘરે આવતા સાચી હકીકતની જાણ કરી હતી. તેઓએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી. હેલ્પલાઇન ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલીંગ કરી અને નારોલ પોલીસ સ્ટેશનમાં આઆ મામલે ફરિયાદ નોંધવા કાર્યવાહી કરાવવા માટે લઇ ગયા હતા. ત્રણેક દિવસ પહેલાં જ સરદારનગર વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. રાત્રીના ૯ વાગ્યે મહિલાનો પતિ જમીને ચાલવા માટે નિકળ્યો હતો. આ દરમિયાન કલ્પેશ ચંદ્રકાન્ત ગુજજર મહિલાના ઘરમાં ગાળો બોલતો બોલતો ઘુસી ગયો હતો. જેથી મહિલાએ ગાળો કોને ગાળો બોલો છો કહેતા આરોપી કલ્પેશે ક્યા ગયો તારો પતી તેમ કહી મહિલાને શારિરીક અડપલા કર્યા હતા. દારુના નશામાં ધુત કલ્પેશને મહિલાએ ધક્કો માર્યો અને બુમા બુમ કરતા આરોપી ભાગી ગયો હતો.આ અંગે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. મહિલાના પતિ તેના મિત્ર સાથે બહાર ગયા હતા ત્યારે તેમના મિત્રના બાઇક સાથે કલ્પેશની કાર અથડાઇ હતી. આ સમયે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં કલ્પેશ ત્યાથી જતો રહ્યો અને ઘરે જઇ ગાળો ભાડી મહિલાની છેડતી કરી હતી. આ અંગે એપોર્ટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.