Gujarat

અમદાવાદમાં સિનિયર સિટીઝનના બેંક ખાતામાંથી ૧૭ લાખની ઉપાડી લીધા

અમદાવાદ
અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા સિનિયર સિટિઝન નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ માંથી રીટાયર્ડ થયેલ છે અને નિવૃત્ત જીવન જીવે છે. ગત ૩૧મી જાન્યુઆરીએ રાત્રે સાડા નવ વાગ્યે તેઓ મોબાઈલ જાેતા હતાં. તેમાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી બીએસએનએલ ચેતવણી અમને તમારું બીએસએનએલ સિમ બ્લોક કરવામાં આવશે, કૃપા કરીને કસ્ટમર કેરને કૉલ કરો તેવો મેસેજ આવ્યો હતો. આ મેસેજ જાેયા બાદ મેસેજમાં આપેલ ફોન નંબર પર તેમણે ફોન કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ તેમને જણાવ્યું કે, તમારું સીમકાર્ડ ચાલુ રાખવું હોય તો હું જે લિંક મોકલું તેમાં દસ રૂપિયા ભરવા પડશે તેમ કહીને તેમના મોબાઈલમાં એક લિંક મોકલી હતી અને આ લીંક દ્વારા આરોપીએ કવિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ફરિયાદી વ્યક્તિએ તેમના એકાઉન્ટ નંબર તથા પાસવર્ડ નાખી દસ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જાેકે ત્યારબાદ ફરીથી અડધા કલાક પછી અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે, તમારા આઈડીબીઆઈ બેન્કના એકાઉન્ટની ડિટેલ આપો. સામે વાળી વ્યક્તિએ આવું કહેતાં જ ફરિયાદીને કંઈ અજુગતું લાગતાં સાયબર ફ્રોડ થઇ રહ્યું હોવાની શંકા જતા ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ ૧૦૦ નંબર પર ફોન કરતાં ઉપરોક્ત હકીકતની જાણ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ તેમના બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે કામ કરતા તેમના જમાઈને કરી હતી. ફરિયાદીના જમાઈએ મોબાઈલમા જાેતા બેંક ઓફ બરોડાના એકાઉન્ટ માંથી ૭ લાખ ૪૬ હજાર રૂપિયા ઉપડી ગયા હતા. જાેકે ઘટનાના બે દિવસ બાદ બીજી ફેબ્રુઆરીએ બેંક ઓફ બરોડામાંથી ફોન આવેલ અને જણાવેલ તમારા બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી એફડી ઉપડી ગયેલ છે, જેથી ફરિયાદીએ બેંક ઓફ બરોડાની ઘાટલોડિયા બ્રાન્ચમાં જઇને તપાસ કરતા જાણવા મળેલ કે ૯ લાખ ૬૫ હજાર ઉપડી ગયેલ છે. આમ, ફરિયાદીના બેંક ઓફ બરોડાના બેંકના એકાઉન્ટમાંથી ૭ લાખ ૪૬ હજાર તેમજ બેંક ઓફ બરોડાના સેવિંગ એકાઉન્ટ માંથી રૂપિયા ૯ લાખ ૬૫ લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આમ, કુલ ૧૭ લાખ રૂપિયા ફરિયાદીના એકાઉન્ટ માંથી છેતરપીંડી કરીને ઉપડી ગયાં હતાં. જેને લઈને સાયબર ક્રાઇમમાંથી ટિકિટ નંબર મેળવ્યા બાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.જેમ જેમ બેંકિંગ સેવાઓ અને મોબાઈલ સેવાઓ આધુનિક બની રહી છે તેમ તેમ ઠગાઈના ગુનાઓ વધી રહ્યાં છે. શહેર હોય કે ગામ હોય હવે યુવાનોની સાથે વૃદ્ધો પણ સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદમાં એક સિનિયર સિટિઝનને મેસેજ આવ્યો હતો કે, બીએસએનએલનું સિમ કાર્ડ બ્લોક થઈ જશે જેથી મેસેજમાં આપેલ નંબર પર ફોન કરવા જણાવ્યું હતું જેમાં ફોન કરતાં તેમના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવી તેમાં પાસવર્ડ નખાવી દસ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ આરોપીએ તેમના ખાતામાંથી અલગ અલગ સમયે ૧૭ લાખથી વધુ રૂપિયા ઉપાડી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *