Gujarat

અમદાવાદમાં હુક્કાબારના સંચાલક સામે ૬ માસ બાદ ગુનો દાખલ

અમદાવાદ
અમદાવાદના સિંધુભવન રોડ પર તાજ હોટલ સામે આવેલા સેક્રેટ નાઈન હુક્કાબારમાં રાજ્ય પોલીસ વડાના સ્કવોર્ડ સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી હતી. જેથી એસએમસીએ જાણવાજાેગ ફરિયાદ દાખલ કરી હતી.આ દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં સરખેજ પોલીસે રેડ કરી હતી તેનો રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતુ. એસએમસીએ નોંધેલા ગુના બાદ જાગેલી સરખેજ પોલીસ સક્રિય બની હતી. સરખેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ.કણસાગરાએ ફરિયાદ આપતા હુક્કાબાર સંચાલક કેવલ મહેન્દ્રભાઈ પટેલ વિરૂધ્ધ સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદનના વેપાર અને જાહેરાત અધિનિયમની કલમ મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો છે. બોપલના નંદેશ્વર મહાદેવની સામે બિનોરી એપાર્ટમેન્ટમાં રહેતો કેવલ પટેલ પોલીસે અગાઉ ગત તા ૧૨-૧-૨૦૨૨ના રોજ રેડ કરી ત્યારે પણ હુક્કાબારમાં મળી આવ્યો ન હતો. તેમ છતાં તે કયા પોલીસ અધિકારીની મહેરબાનીથી હુક્કાબારને ધમધમાટ ચલાવી રહ્યો હતો એ અંગે સવાલો ઉભા થયાં છે. સરખેજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ ડી પી સોલંકીએ રેડ કરી તે સમયે હુકકાની ફ્લેવર્સ સ્થળ પર મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ કબ્જે લઈ એફએસએલમાં મોકલી આપ્યો હતો. સ્થળ પર કેવલનો મિત્ર આશિષ પટેલ સહિત હુક્કા પીવા આવેલા ૬ યુવકો મળી આવ્યા હતા. સરખેજ પોલીસે નોંધ કરી એફએસએલમાં સેમ્પલ મોકલ્યા હતા. આ અંગે સરખેજ પોલીસ પાસે ૩ મહિના પહેલા એફએસએલનો રિપોર્ટ આવી ગયો હતો તે પોલીસ સ્ટેશન પડી રહ્યો હતો. ત્યાર બાદ પોલીસે ગુનો નોધી કેવલ સામે કાર્યવાહી કરી હતી. આ કેસમાં ક્યા અધિકારીના કહેવાથી સેક્રેટ નાઇન નામનો હુક્કાબાર ધમધમી રહ્યો હતો. ૩ મહિનાથી તેના વિરુધ્ધમાં કાર્યવાહી કરવાનો રિપોર્ટ આવ્યો છતાં ક્યા અધિકારીના કહેવાથી તે દબાવી દેવામાં આવ્યો છે. તે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જાેવાનું રહ્યું કે, કોના ઇશારે કાર્યવાહી ન થઇ તે અંગે તપાસ થશે કે મામલો દબાવી દેવામાં આવશે.અમદાવાદના સિંધુભવન રોડ પર સ્થિત તાજ હોટલ સામે આવેલા સેક્રેટ નાઇન હુક્કાબાર પર એસએમસીએ રેડ કર્યા બાદ ચોકાવનારુ તથ્ય બહાર આવ્યું છે. જાન્યુઆરી મહિનામાં સરખેજ પોલીસે રેડ કરી હતી. એફએસએલમાં મોકલેલા સેમ્પલમાં ગુનાહીત ક્રૃત્ય હોવાની પોલ ખુલી હતી. પરંતુ એક અધિકારીના કહેવાથી એફએસએલનો રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો હતો. આખરે એસએમસીએ રેડ કરતા રિપોર્ટ બહાર કાઢી માલિક કેવલ પટેલની ધરપકડ કરવાનો વારો આવ્યો હતો. પોલીસે કેવલ સામે સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદનના વેપાર અને જાહેરાત અધિનિયમની કલમ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *