અમદાવાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બાળક રમતો હતો ત્યારે અન્ય એક ટાબરિયો તેનો હાથ પકડીને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ કૃત્ય પાછળ આરોપી ટાબરિયાને કોઈ વ્યક્તિએ વિકૃત વાતો કહી હતી. જેથી આવી વાતો સાંભળીને તેણે બાળક સાથે અશ્લિલ કૃત્ય કર્યું હતું. આ બનાવમાં બાળકને ગુપ્ત ભાગે ઈજા પહોંચી છે. બાળક લોહી લુહાણ હાલતમાં ઘરે જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. બાળકના કહેવા પ્રમાણે આરોપી ટાબરિયાએ તેને ધમકી પણ આપી હતી. બાળક ઘરે ગયો ત્યારે ખૂબ રડી રહ્યો હતો પરિવારના સભ્યોએ પૂછ્યું ત્યારે બાળક ગભરાઈ ગયો હતો. બાળકના ગુપ્ત ભાગેથી લોહી નીકળી રહ્યું હતું પરિવારજનોએ આ વિશે પૂછતાં તેણે રડતા રડતાં કહ્યું કે મને બીજા એક બાળકે તેની સાથે લઈ જઈ જબરજસ્તી અશ્લીલ હરકતો કરી હતી જેના કારણે મને પ્રાઇવેટ પાર્ટમાં ઈન્જરી થઈ છે. આ સાંભળીને ડઘાઈ ગયેલા માતા-પિતાએ તાત્કાલિક સ્કૂલ નો સંપર્ક કર્યો હતો. સ્કૂલના શિક્ષકોએ આ અંગે પરિવારજનોને ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારે અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બાળક સાથે બનેલા કૃત્ય અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ૧૪ વરસનો બાળક છે. તેને બીજા વ્યક્તિઓએ વિકૃત વાતો કરીને આ બાબતે ઉશ્કેર્યો હતો જેથી હવે આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલના સમયમાં પોતાનું બાળક કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેના કરતાં તે શું કરી રહ્યું છે, કોની સાથે તેની બેઠક છે તે જાણવું પરિવાર માટે ખૂબ જ જરૂરી બની ગયું છે. ઘણી વખત બેડ અને ગુડ ટચ વિશે સ્કૂલમાં માહિતી મળતી હોય છે. પરંતુ હાલના ઓનલાઈન એજ્યુકેશન દરમિયાન બાળકોને તેની સાથે શું બની રહ્યું છે તે માહિતગાર કરવાની જવાબદારી વાલીની જ હોય છે.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ૧૪ વર્ષના ટાબરિયાએ નજીકમાં રહેતાં એક બાળકને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે અશ્લિલ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. બાળક લોહી લુહાણ હાલતમાં ઘરે પહોંચતાં તેના પરિવારજનો ડઘાઈ ગયાં હતાં. બાળકે પોતાની સાથે થયેલી હકિકત જણાવતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.