બોટાદ
ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી ૧૮ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો હૉસ્પિટલમાં દાખલ છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અહેવાલ મુજબ બોટાદ, ભાવનગર, અમદાવાદમાં લોકોને દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હૉસ્પિટલમાં દાખલ ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ગુજરાતના અમદાવાદ અને બોટાદના ગામડાઓમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થયા છે. પોલિસે જણાવ્યુ કે ગામમાં ઝએરી દારૂ વેચવા બદલ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેનુ નેતૃત્વ નાયબ પોલિસ અધિક્ષક કરશે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે પરંતુ જે રીતે આ ઘટના પ્રકાશમાં આવી છે તેનાથી ગુજરાતમાં દારૂબંધીનો પર્દાફાશ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે પોલિસની મદદથી અને ભાજપના નેતાઓના આશ્રયમાં રાજ્યમાં દારૂનો જથ્થો પૂરો પાડતા ગેરકાયદેસર દારૂ વેચનારાઓને ધન્યવાદ. આ દારૂ વેચનારાઓ પાસેથી પોલિસ લાંચ લે છે. વળી, આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ માત્ર કાગળ પર છે. જાે આપ સત્તામાં આવશો તો અમે આ પ્રતિબંધને વાસ્તવમાં લાગુ કરીશુ. બીજી તરફ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે હું સરકારને અપીલ કરવા માંગુ છુ કે રાજ્યમાં કાયદાનો કડક અમલ કરાવો, રાજ્યમાં ખાસ કરીને ગામડામાં ગેરકાયદેસર દારૂ બંધ કરો. ૨૯ લોકો ભાવનગર સર ટી. હૉસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જેમાંઝી રોજીદ ગામના ૫ લોકો, ચંદરવા ગામના ૨ લોકો, આકરુ ગામના ૩ લોકોનો સમાવેશ થાય છે. લઠ્ઠાકાંડમાં આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. બરવાળાથી ઝેરી કેમિકલ જપ્ત કરવામાં આવ્યુ છે અને એટીએસ દ્વારા રાજુ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં લાંભાની કેમિકલ ફેક્ટરીમાંથી બરવાળામાં સંજય નામના વ્યક્તિને કેમિકલ સપ્લાય કર્યુ હતુ. બોટાદ લઠ્ઠાકાંડના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે બોટાદ પોલિસ પાસે જવાબ માંગ્યો છે. ઘટનામાં દારુ વિક્રેતા અને ઉત્પાદક બંનેની ધરપકડ કરવામાં આવી છે. ઘટનામાં પિન્ટુ નામના વ્યક્તિની પોલિસે અટકાયત કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે તે આ કેમિકલથી દારુ બનાવતો હતો. પિન્ટુ અમદાવાદથી કેમિકલ લાવતો હતો અને લોકલ બુટલેગરને મોકલતો હતો. જાે કે, આ કેમિકલ અમદાવાદના કયા સ્થળેથી અને કોની પાસેથી લવાતુ હતુ તે અંગે જાણી શકાયુ નથી. હાલમાં પોલિસ વધુ તપાસ કરી રહી છે. બીજી તરફ કેમિકલ પણ ગાંધીનગર તપાસ માટે મોકલી દેવાયુ છે.
