અમદાવાદ
ભાજપની પરંપરા રહી છે કે રાષ્ટ્રીય કાર્યકારણી મળ્યા બાદ શહેર કારોબારી બેઠક મળે છે. કેન્દ્ર સરકારમાંથી જે સંદેશો આવ્યો હોય તે નીચેના કાર્યકર્તાઓને લોકો સુધી પહોંચાડવાનો હોય છે તે અંગે આજે કારોબારીમાં ચર્ચા કરવામાં આવી છે. ચૂંટણીમાં જે-જે બેઠકો અને બૂથ પર માઇનસમાં બૂથ મેનેજમેન્ટ છે. તેને પ્લસ કરી અને તમામ બેઠકો જીતવા માટે આજે ચર્ચા કરવામાં આવી છે. મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ કોર્પોરેશન પ્રભારી ધર્મેન્દ્ર શાહ, સાંસદ ડો. કિરીટ સોલંકી, મંત્રી પ્રદિપ પરમાર, અમદાવાદ શહેરના તમામ હોદ્દેદારો, કોર્પોરેશનના હોદ્દેદારો તેમજ કાઉન્સિલરો બેઠકમાં હાજર રહ્યા હતા. કારોબારી બેઠકમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે તેની અલગ અલગ બુક બનાવવામાં આવી છે. તે બુક તમામ હોદ્દેદારો અને હાજર રહેલા સભ્યોને આપવામાં આવી હતી.અમદાવાદ શહેર ભાજપની કારોબારી બેઠક પાલડી ટાગોર હોલ ખાતે યોજાઇ હતી. શહેર પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. શહેર કારોબારીમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેરની તમામ ૧૬ વિધાનસભા બેઠકો જીતવા માટે રણનીતિ નક્કી કરવામાં આવશે.


