Gujarat

અમદાવાદ મ્યુનિ.સંચાલિત હોલ, પાર્ટી પ્લોટ નિયત સમયના ચાર્જમાં રાહત કરી

અમદાવાદ
અમદાવાદ શહેરમાં મ્યુનિ. સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ જાે માત્ર બેસણાં માટે સવારના સમયે ભાડે લેવાય તો તેનું ભાડું માત્ર ૨૫ ટકા જ લેવાય છે, જાે અન્ય પ્રસંગ માટે લેવાય તો આખા દિવસનું ભાડું લેવાય છે. હવે આ સ્થિતિમાં સુધારો કરીને કોઇ વ્યક્તિ માત્ર સવાર કે સાંજના સમયે જ ચોક્કસ સમય માટે હોલ કે પાર્ટીપ્લોટ લેવા ઇચ્છે તો તેને ભાડામાં ૪૦-૫૦ ટકા ઘટાડી આપવા માટે માટે ટાઉન પ્લાનિંગ કમિટીએ સૂચન કર્યું છે.શહેરમાં મ્યુનિ. સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ સામાન્ય રીતે વર્ષમાં માંડ ૫૦-૬૦ દિવસ લગ્નના મુહૂર્ત હોય ત્યારે જ ભાડે લેવાતાં હોય છે. જાે કે હવે હોલ કે પાર્ટી પ્લોટનો ઉપયોગ લોકો વધુ સારી કરી શકે તે માટે ઓછા સમય માટે ભાડે રાખનારને ખુબ ઓછા ભાવે હોલ મળે તેવું ભાડું નક્કી કરવા સૂચવાયું છે.

Ahmedabad-Municipal-Corporation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *