Gujarat

અમદાવાદ સિવિલમાં મોરબીના બ્રેઈનડેડ વૃદ્ધના અંગદાન થી દર્દીઓને મળ્યું નવજીવનદાન

અમદાવાદ
સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓની ટીમ દ્વારા ૧૨ મી માર્ચે બ્રેઇનડેડ કાન્તિભાઇના અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરાવ્યા બાદ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ૬ કલાકના અથાગ પરિશ્રમ બાદ બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. કાન્તિભાઇના અંગત પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રો છે. પરિવારજનોનું કહેવું છે કે, કાન્તિભાઇ સેવાભાવી હતા. જીવનપર્યત તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહ્યા. તેમણે સ્વને ભૂલીને સમસ્તિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. બ્રેઇનડેડ થયા બાદ મરણોપરાંત પણ તેઓ ત્રણ જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓને નવજીવન આપી ગયા. તેનો અમારા પરિવારનજનોને ગર્વ છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જાેષીએ સિવિલ હોસ્પિટલ અને રાજ્યની અંગદાન માટે એસઓટીટીઓની ટીમ દ્વારા આદરેલા અંગદાનના મહાયજ્ઞમાં સમાજના દરેક વર્ગને જાેડાવવા અનુરોધ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૪ મહિનામાં કુલ ૪૦ અંગદાન મેળવવામાં સફળતા મળી છે. જેમાં મળેલા ૧૨૨ અંગો દ્વારા ૧૦૬ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે. ભીંત પર લગાવેલા પોસ્ટર વાંચીને પણ એક પરિવારે અંગદાન અંગે ગહન વિચાર કર્યો. વિચારને અમલમાં મૂકીને અંગદાન પણ કર્યું. જે દર્શાવે છે કે, સમાજમાં આજે દિન-પ્રતિદિન અંગદાન અંગે લોકોમાં જાગૃકતા પ્રવર્તી રહી છે તેનું આ જીવંત ઉદાહરણ છે. ભીંતચિત્ર પર કંઇક વાંચીને કરેલા ર્નિણયથી ત્રણ લોકોને નવજીવન મળતું હોય. ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે આપણે પણ અંગદાન અંગે સમાજમાં મહત્તમ જાગૃકતા પ્રસરાવવી જાેઇએ.સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી અંગદાનનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે હવે મોરબીના ૬૨ વર્ષના વૃદ્ધ બ્રેઈનડેડ દર્દીના પરિવારજનોએ અંગદાનની મંજૂરી આપતા જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં ઉજાશ પથરાશે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૪ મહિનામાં કુલ ૪૦ અંગદાન મેળવવામાં સફળતા મળી છે. જેમાં મળેલા ૧૨૨ અંગો દ્વારા ૧૦૬ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે. મોરબીના કાન્તિભાઇ ગરાળા સાયકલ ચલાવીને ઘરે જઇ રહ્યા હતા. રસ્તામાં એકા-એક કૂતરું આવી જતા તેઓએ સંતુલન ગુમાવ્યું અને રસ્તા પર ઢળી પડતા માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત કાન્તિભાઇને પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. તબીબોએ તપાસ કરતા પરિસ્થિતિ અતિગંભીર જણાઇ આવી. તબીબોએ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા કહ્યું. ૬૨ વર્ષીય કાન્તિભાઇને ૧૦મી માર્ચના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્થિતિ વધુ ગંભીર બનતા આઇ.સી.યુ.માં શિફ્ટ કરાયા. આ દરમિયાન પરિવારજનો હોસ્પિટલના વેઇટીંગ એરીયામાં બેઠા હતા. એકાએક પરિવારજનોની નજર સિવિલ હોસ્પિટલના વેઇટીંગ એરીયામાં ભીંત પર અંગદાન વિશે લગાવેલા પોસ્ટર ઉપર પડી. વિગતવાર આ પોસ્ટરમાં અંગદાન અંગેની માહિતી વાંચતા ખ્યાલ આવ્યો કે, એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગો થકી ૯ જરૂરિયાતમંદોને નવજીવન આપી શકાય છે. પરિવારજનોએ પરસ્પર અંગદાન અંગે ચર્ચા કરી. હોસ્પિટલના તબીબો દ્વારા કાન્તિભાઇના બ્રેઇનડેડ થવાના સમાચાર મળતા પરિવારજનોએ સામે ચાલીને અંગદાન અંગેની ઇચ્છા વ્યક્ત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *