Gujarat

અમરેલીના કોટડી ગામની જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવા સ્થાનિકોની માંગ

અમરેલી
અમરેલી જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતના વર્ષો જૂની પાણીના ટાંકીઓ જર્જરિત થયા છે. જેમાં પાણી પણ ભરવામાં આવતું નથી અને પડે તેવી જર્જરિત હાલતમાં જાેવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં તંત્ર દ્વારા મંજૂરી આપતા ગ્રામ પંચાયત દ્વારા ટાંકી પાડી દેવાઇ હતી. જ્યારે ફરી રાજુલા તાલુકાના કોટડી ગામનો પાણીની ટાંકી અતિ જર્જરિત હાલતમાં છે. જે તોડી પાડવા ગ્રામજનો માંગ કરી રહ્યાં છે. અહીં ટાંકી તૂટી પડે તે પહેલાં તાકીદે ર્નિણય કરવો જાેઈએ. તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. ટાંકાની નીચેથી દરરોજ બાળકો સહિત લોકો રાહદારીઓ પસાર થતા હોય છે, નવો ટાકો બને તો પાણી પણ ભરી શકાય તેમ છે.

30-year-old-water-tank-in-dilapidated-condition.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *