Gujarat

અમરેલીના જાફરાબાદમાં જનસભાને સંબોધતા અમિત શાહે આમ આદમી પાર્ટી અને કાૅંગ્રેસ પર પ્રહાર કર્યા

જૂનાગઢ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાફરાબાદમાં ચૂંટણી સભા સંબોધી હતી. અહીં નર્મદા મુદ્દે કાૅંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. અમિત શાહે કહ્યું હતું કે, એક પાર્ટી એવી છે કે, જેને નર્મદા વિરોધી મેધા પાટકરને લોકસબામાં ટિકિટ આપી હતી અને બીજી પાર્ટી છે કે, જે મેધા પાટકરને લઈને પદયાત્રા કાઢી રહી છે. અમરેલીના જાફરાબાદમાં જનસભાને સંબોધતા અમિત શાહે આમ આદમી પાર્ટી અને કાૅંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે, રાહુલ બાબાએ હાલ પદયાત્રા કાઢી છે. મેધા પાટકર જેને આપણી યોજના રોકી હતી તેને લઈને નીકળ્યા. મેધા પાટકરથી ગુજરાત અને સૌરાષ્ટ્ર વિરોધી કોઈ હોય શકે? આ તો પદયાત્રા લઈને નીકળ્યા પહેલા ઝાડુ વાળાએ તો ૨૦૧૪માં આ મેધાબેન પાટકરને ટિકિટ આપી દીધી હતી. પણ જમાનત જપ્ત થઈ ગઈ. હવે એક પાર્ટી એવી કે જેને મેધા પાટકર ગુજરાત વિરોધી આ બહેનને ટિકિટ આપી અને બીજી પાર્ટી ચૂંટણી ટાણે જ ઘા પર મીઠું ભભરાવવા એને લઈને પદયાત્રા કાઢે. શાહે કહ્યું હતું કે, કાૅંગ્રેસના સમયમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એવી હતી કે,ભાજપે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુંડા વિરોધી સમિતિઓ બનાવવી પડી હતી. ભાજપની સરકારે સમગ્ર ગુજરાતની અંદરથી માફિયા, દાદા અને ગુંડાઓને સમાપ્ત કરવાનું કામ કર્યું. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દાદાઓ હોય તો એક જ દાદા હનુમાન દાદા છે. ગુજરાતમાં શાંતિ અને સલામતી લાવવાનું કામ ભાજપ સરકારે કર્યું. ભાજપે આજે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. ત્યારે ગાંધીનગરમાં જે.પી.નડ્ડાએ ભાજપના સંકલ્પ પત્રને લઈ જાણાવ્યું કે, ૨૫ હજાર કરોડના ખર્તે સિંચાઈ નેટર્વકનું વિસ્તર કરાશે. ૧૦ હજાર કરોડના પરોકાણ સાથે ગુજરાત કૃષિ ઈન્ફા. કોર્ષનું નિર્માણ કરાશે. રાજ્યમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના થશે. મેડિકલ સીટોમાં ૩૦ ટકાનો વધારો કરાશે. ૧ હજાર ઈ બસોનો કાફલો ઉમેરાશે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ જીત મેળવવા એડીચોટીનું જાેર લગાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાત પ્રવાસ કરીને વિવિધ સ્થળે સભા કરી રહ્યા છે. તેમજ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને આપ તરફથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રોડ શો અને સભાઓ સંબોધી રહ્યા છે. આ ઉપારાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ ગુજરાતમાં ઠેર ઠેર સભા અને રોડ શો કરી રહ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા યોજાઈ હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ યાત્રામાં ‘પાકિસ્તાન જિંદા બાદના નારા’ આપ્યા એ પાર્ટીને કોઈ સમર્થન નહીં આપે…જેના દિલમાં હિંદુસ્તાન વસેલું હોય તે ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા ન લગાવે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસીઓ ખાલી ચૂંટણી ટાણે જ મંદિરમાં નજર આવે છે, જ્યારે કેન્દ્રમાં તેઓની સરકાર હતી ત્યારે રિમોર્ટથી સરકાર ચલાવનાર તેમની માતાજીએ આદેશ કર્યો અને કોંગ્રેસની સરકારે કોર્ટમાં દસ્તાવેજ કર્યો કે ભગવાન રામનું કઈ અસ્તીત્વ જ નથી. જે ઢોંગ કરે છે લલાટ અને તીલક લગાવવાનું તેઓને કહેવા માગું છું કે, છળકપટ કરો છો હિન્દુઓથી પણ કમસેકમ ભગવાનથી તો ડરો. વધુમાં પ્રહાર કરતા જણાવ્યું કે, તેઓની રાજનીતી એવી છે કે, ચૂંટણી જે પ્રદેશમાં હોય તેના આધારે મોઢેથી શબ્દો નિકળે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપો છો, જ્યારે મહારાષ્ટ્‌માં યાત્રા કાઢે છે ત્યારે કહે છે કે ગુજરાતમાં ઈન્ડસ્ટ્રી કેમ જ જઈ રહી છે. હવે ગુજરાતની ચૂંટણી આવી છે તો કહે છે કે અમને મત આપો, ગુજરાતમાં કોંગ્રેસના એવા હાલ થયા છે કે, રાહુલ ગાંધી ભાષણ આપવા આવે છે તો ભરતસિંહ મંચ છોડીને ચાલ્યા જાય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સ્વિકારે છે કે જ્યા સુધી ગાંધી પરિવાર છે ત્યા સુધી એક પણ રાષ્ટ્રભક્ત જીતવા નહીં દે. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, આપણે કોઈ પણ ધર્મ અથવા સમુદાયના હોઈએ, જેના દિલમાં હિંદુસ્તાન વસેલુ હોય. જેની નસમાં હિંદુસ્તાનનું લોહી વહેતુ હોય, એ હિંદુસ્તાની પાકિસ્તાન જિંદાબાદના નારા ન લગાવી શકે. એટલે જ જનતાને કહેવા આવી છું કે, જે યાત્રામાં નિકળ્યાં છે એમના સુધી અવાજ પહોંચવો જાેઈએ કે આવુ દુસ્સાહસ ગુજરાત અને ઉત્તર ભારતની જનતા સહન નહી કરે. જય શ્રી રામનું નામ જેમના કંઠથી નિકળ્યો એમને કહેવા માંગુ છું, કે બહુ ગર્વથી જય શ્રી રામનું નામ લેવા માટે આ દેશમાં લાખોએ એમનો જીવ ત્યાગ્યો છે. એક કોંગ્રેસ એવી પણ જેનું નામ પશ્ચિમ બંગાળ ત્રિણમુલ કોંગ્રેસ છે. ત્યાં જાે જય શ્રી રામના નારા લગાવવામાં આવે તો ખુલ્લા ખેતરમાં ફાંસી ઉપર લટકાવી દેવામાં આવે છે. મીડિયાના મિત્રો ઉપસ્થિત છે. આ જનતા જનાર્દન સમજદાર છે. યુટ્યુબ અને ફેસબુક ઉપર જઈને જાેઈ શકે છે કે, પશ્ચિમ બંગાળમાં જાે કોઈ મહિલા, સ્ત્રી ભગવો ઝંડો લઈને જય શ્રી રામ બોલે તો એના ઘરેથી, ગળીથી, ગામથી એને ઉપાડી લેવામાં આવે છે. એટલે આભાર માનો કે તમે ગુજરાતમાં છો એવું ગર્વથી કહી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે એક સભામાં જણાવ્યું છે કે, ગુજરાતમાં અસામાજિક તત્ત્વો અગાઉ વારંવાર હિંસા કરતા અને કોંગ્રેસ તેમને છાવરતી હતી. પરંતુ એ લોકોને ૨૦૦૨માં એવો તે પાઠ ભણાવ્યો છે કે, તે લોકો ખો ભૂલી ગયા છે. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતમાં “કાયમની શાંતિ” કરી દીધી છે. તો ખેડાના મહુધામાં કહ્યું હતું કે, કાૅંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ઈજ્જુ શેખ, પીરજાદા, લતિફ જેવા દાદાઓ હતા. આજે ગુજરાતના ગામે ગામ દાદા છે તો એક જ દાદા છે હનુમાન દાદા. વિધાનસભા ચૂંટણીના પ્રચારના ભાગરુપે અમિત શાહે આ વાત ભરુચ જિલ્લાના વાગરા ખાતે એક જાહેરસભાને સંબોધતા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં (૧૯૯૫ પહેલાં) કોંગ્રેસનું રાજ હતું ત્યારે વારંવાર કોમી રમખાણો થતા હતા. કોંગ્રેસ પોતે જ અલગ-અલગ સમુદાયના લોકોને ભડકાવીને એકબીજાની સામે લડાવતી હતી. આ કારણથી જ છાશવારે ગુજરાતમાં કોમી રમખાણો થતા હતા. આવા રમખાણોની આગ ઉપર જ કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકતી અને પોતાની વોટબેંક મજબૂત કરતી હતી. કોંગ્રેસે વર્ષો સુધી સમાજના એક મોટા વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો છે. પરંતુ ૨૦૦૨ પછી તો ગુજરાતમાં કાયમની શાંતિ થઈ ગઈ છે. કારણ એટલું જ છે કે જે લોકો વારંવાર હિંસા કરવા અને ભડકાવવા ટેવાયેલા હતા તેમને બરાબરનો સબક શીખવાડ્યો છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *