રાજકોટ
અમરેલીના આ કર્મચારી કોઈને કામ કરવા નહીં દેતા હોવાની અને દખલગીરી કરતા હોવાની અગાઉ પણ મને અમરેલી એસઈ અને અમરેલીના ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરેલી છે. ઘણા વર્ષો અગાઉ એક ઇન્ક્વાયરી થયેલી જેમાં ડે.ઈજનેર અને એકાઉન્ટમાં લોકો જવાબદાર હતા. એક કાર્યપાલક ઈજનેરની જવાબદારી ફિક્સ થતી ન હતી એટલે તેમને તેમાંથી છૂટા કર્યા અને હવે તે પ્રમોશન માટે એલિજિબલ થયા છે. આ બધાના આંતરિક પ્રશ્નોમાં અમરેલીના કર્મચારી કાર્યપાલક ઈજનેરની બઢતી અટકાવવા માંગે છે, તેની સામે અરજી પણ કરેલી છે પરંતુ અરજીમાં કોઈ તથ્ય હતું નહીં. પરમદિવસે રાત્રે ૧૧.૩૦ કલાકે તે કર્મચારીએ મને કોલ કરીને ‘તમે કાર્યવાહી કેમ નથી કરતા’? તેવું કહેલું. ત્યારે મને ખબર ન હતી કે મારા કર્મચારી મને કોલ કરે છે. રાત્રે ફોન કરીને મને ધમકી આપવા લાગ્યા કે તમે કામ નહીં કરો તો તમારી બદલી કરાવી દઈશ વગેરે. બીજે દિવસે નંબર ચેક કરાવ્યો ત્યારે ખબર પડી કે અમરેલીના અમારા કર્મચારીનો જ નંબર છે. પછી અમે અહીંથી એક ટીમ અમરેલી મોકલી ત્યાંના કેસની તપાસ કરવા અને તે વ્યક્તિની માહિતી મેળવવા માટે. પછી એ વ્યક્તિને ખબર પડી ગઈ કે પોતે ફસાઈ ગયા છે એટલે એમડીએ ફોન કર્યા હોવાની વાતો કરે છે. મારે ફોન કરવો હોય તો હું મારા નંબરમાંથી શા માટે ફોન કરીને મારી જાતને ફસાવું, સિનિયર અધિકારીઓ પાસેથી સૂચના અપાવું. અને મારા નંબર ઉપરથી જાે કોઈએ ચેડાં કરીને ફોન કર્યો હશે તો તેના માટે મેં મારા મોબાઈલ નંબરની કોલ ડિટેઇલ રિપોર્ટ પણ પોલીસમાં અરજી કરીને કઢાવી છે જે એક-બે દિવસમાં આવી જશે ત્યારબાદ તેના ઉપર પગલાં લેવાશે.
