અમરેલી
અમરેલી જિલ્લામાં આવેલ લાઠી તાલુકા પ્રાંત કચેરી ખાતે મામલતદાર ગઢવીના અધ્યક્ષ સ્થાને વહીવટી તંત્રના કર્મચારી અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય વિરજી ઠુમર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક વિસ્તારના પડતર પ્રશ્નો સહિત કેટલીક રજૂઆતને લઈ ચર્ચા વિચારણા કરી હતી. રેવન્યુ, પંચાયત અને પુરવઠા, માર્ગ મકાન, પાણી પુરવઠા, માર્ગ પરિવહન, પોલીસ, ખેતીવાડી, વીજ કચેરી, શિક્ષણ, આરોગ્ય, બાળ અને મહિલા વિકાસ, સમાજ કલ્યાણ, પછાત કલ્યાણ સહિત તમામ વિભાગના અધિકારીઓ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે લોકોના પ્રશ્નનોને વધુ પ્રાથમિકતા આપી ઉકેલ લાવવા મામલતદાર દ્વારા સૂચના આપી હતી. સંકલન બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા દામનગરના રેવન્યુ અને ખોડિયારનગરના કાયમી રસ્તા અને રેલવે તંત્રના કેટલા પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જાેકે તંત્ર દ્વારા રજૂઆતો બાબતે હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો અને તમામ વિભાગના અધિકારીઓ ઓ કર્મચારીઓ સ્થાનિક ઉપસ્થિત રહ્યા હતા. લોકોની સમસ્યાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. લોકપ્રશ્નો ઝડપથી ઉકેલવા માટે મામલતદાર દ્વારા સૂચના આપી હતી.
