Gujarat

અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા મૌન પ્રાર્થના યાત્રાનું આયોજન થયું.

*મોરબીમાં ઝુલતાપુલની બનેલી દુઃખદ ઘટના પર આમ આદમી પાર્ટીએ સમગ્ર રાજ્યમાં પ્રાર્થના યાત્રા સભા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ અમરેલીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને મૌન પ્રાર્થના યાત્રા માં હાજરી આપી હતી અને મૃતકોને આત્માને પ્રભુ તેમના ચરણોમાં સ્થાન આપે તથા તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી હતી. આ મૌન રેલીમાં ગોપાલભાઇ ઇટાલિયાની સાથે સાથે અમરેલીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા અમરેલી વિધાનસભાના જાહેર થયેલ ઉમેદવાર રવિભાઈ ધાનાણી ઉમેદવાર જયસુખભાઈ દેત્રોજા (ડોલી) તેમજ તમામ હોદ્દેદારો તેમજ કાર્યકરો આમ આદમી પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ, તથા સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં યાત્રામાં હાજરી આપી હતી મોરબીના ઝુલતાપુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ તેમજ ઘાયલોને જલદી સાજા કરે અને તેના પીડિત પરિવારોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221102-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *