અમરેલી
અમરેલીના શહેરના ભાજપ નેતા દિલીપ સંઘાણીની તાજેતરમાં ઇફ્કોના ચેરમેન તરીકે વરણી થઇ છે. જેને લઇને અમરેલીની ભાગ્ય લક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝ્યુમર્સ કો.ઓપ.સોસાયટી લી. દ્વારા મહિલા વિકાસ ગૃહની તમામ બાળાઓને ગરમ સ્વેટરનુ વિતરણ કર્યું હતું. જાેકે, છેલ્લા ૨ દિવસથી અમરેલીની અલગ અલગ સંસ્થાઓ દ્વારા દિલીપ સંઘાણીનો સતત સન્માન સમારોહ ચાલી રહ્યો છે. લોકો અલગ અલગ રીતે ખુશી પણ મનાવી રહ્યા છે. આ મહિલા સંસ્થા સાથે શહેરના કેટલાક અગ્રણીઓ જાેડાયા હતા. જેમાં અમરેલીના અમર ડેરી ચેરમેન અશ્વિન સાવલીયા, ભાજપ નેતા રાજેશ કાબરીયા, ભાવના ગોંડલીયા, અરુણા માલાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે ગરમ સ્વેટર બાળકોને વિતરણ કરતા બાળકો પણ ખુશ ખુશાલ જાેવા મળ્યા હતા. બાળકો દ્વારા દિલીપ સંઘાણી સ્વસ્થ દીધાર્યું આયુષ માટે પ્રાર્થના ઓ કરી શુભેચ્છા પાઠવી હતી. અમર ડેરી ચેરમેન અશ્વિન સાવલીયાએ જણાવ્યું હતું કે, દિલીપ સંઘાણીની ઇફ્કોના ચેરમેન તરીકે વરણી થતા ભાગ્ય લક્ષ્મી મહિલા સંસ્થા દ્વારા આ દિવસને સેવાનો દિવસ તરીકે ઉજવવા માટે મહિલા વિકાસ ગૃહમાં ગરમ સ્વેટર વિતરણ કર્યા હતા. આ પ્રકારના સેવાકીય કાર્યક્રમને હું પણ આવકારું છું.


