વાડિયા
અમરેલી તાલુકાના જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ ૯ના છાત્ર પર હુમલાની આ ગંભીર ઘટના ચાર દિવસ પહેલા બની હતી. ભંડારીયામા નવોદય વિદ્યાલયમા ૭૦૦ વિદ્યાર્થીઓ છાત્રાલયમા રહી અભ્યાસ કરે છે. વડીયા તાલુકાના સનાળી ગામનો છાત્ર પણ અહી રહીને અભ્યાસ કરે છે. ધોરણ ૧૧મા અભ્યાસ કરતા કેટલાક છાત્રોએ થોડા દિવસ પહેલા તેની સાથે પથારી પર કચરો નાખવાના મુદે બોલાચાલી કરી હતી. એટલુ જ નહી બળજબરીથી ધોરણ ૧૧ના આ છાત્રો પાંચ દિવસથી તેની પાસે કપડા પણ ધોવડાવતા હતા. ચાર દિવસ પહેલા તેણે કપડા ધોવાની ના પાડતા બે છાત્રો બેલ્ટ લઇ તેના પર તુટી પડયા હતા. અને આ છાત્રને ઝુડી નાખ્યો હતો. ઘાયલ છાત્ર સ્કુલની વંડી ટપી નાસી ગયો હતેા અને સનાળી ખાતે પોતાના ઘરે પહોંચ્યા હતો. જયાં પોતાની સાથે થયેલી મારઝુડ અંગે વાલીને વાત કરી હતી. છાત્ર ત્રણ દિવસથી ઘરે ચાલ્યો ગયો હોવા છતા જવાહર નવોદય વિદ્યાલયના હોસ્ટેલ સંચાલકોને તેની કોઇ જાણ પણ થઇ ન હર્ત જયારે વાલીએ પોતાનો પુત્ર ત્રણ દિવસથી ઘરે છે તે અંગે સામેથી જાણ કરી ત્યારે તેમને જાણ થઇ હતી. આમ જવાહર નવોદય વિદ્યાલયની પણ ઘેાર બેદરકારી સામે આવી હતી. આજે આ બાળકના વાલી ફરિયાદ કરવા માટે વડીયા પોલીસ મથકે પહોંચ્યા હતા. જાે કે પોલીસે હજુ સુધી આ અંગે કોઇ ગુનો નોધ્યો નથી. અને તપાસ પણ શરૂ કરી નથી.

