Gujarat

અમરેલીમાં વનવિભાગે મહા મુશીબતે દીપડાને પાંજરામાં પુર્યો

અમરેલી
છેલ્લા ઘણા સમયથી તમે સાંભળ્યું હશે કે દિપડાએ ગામમાં આટો માર્તા લોકો માં ભયનો માહલો લોકોને ઈજા પહોંચાડી, બાળકીને ઉપાડી ગયો દીપડો ત્યારે અમરેલીના સાજીયાવદર ગામમાં ૮ દિવસથી ૩ દીપડાઓ સતત અવર જવર કરતા હોવાને કારણે ગ્રામજનો ફફડી ઉઠ્‌યા હતા. ગામના સરપંચે લીલીયા રેન્જ વનવિભાગને લેખિત રજૂઆત કરી હતી જેના કારણે વનવિભાગ દ્વારા અહીં એક પછી એક તેવી રીતે ૨ દીપડા પ્રથમ પાંજરે પુરી દીધા હતા. ત્યારબાદ ફરી ત્રીજાે દીપડો અહીં એક્ટિવ થયો હતો. જેને પણ વનવિભાગે પાંજરે પુરતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. વનવિભાગના ઇન્ચાર્જ એસીએફ, આરએફઓ સહિત કર્મચારી અધિકારીઓની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધર્યું અને દીપડો પ્રથમ બંધ રહેણાંક મકાનમાં ઘૂસ્યો ત્યારબાદ પાંજરા ગોઠવી દેતા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયા બાદ પાંજરાની અંદર થોડીવાર માટે આક્રમણ મિજાજ દર્શાવ્યો હતો. દીપડાનો પાંજરે પૂરવા માટે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ઇન્ચાર્જ એસીએફ એન.આર.વેગડા,લીલીયા આર.એફ.ઓ.એચ.બી.પટેલ, સહિત ફોરેસ્ટર સ્ટાફની ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

The-panther-finally-got-into-the-cage.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *