અમરેલી
કોરોનાના હાહાકાર વચ્ચે સરકારની સૂચના અને પરિપત્ર પ્રમાણે સસ્તા અનાજની દુકાનો ચાલતી હતી અને વિતરણ વ્યવસ્થા શરૂ રાખવામાં આવી હતી. જેના કારણે અનેક વિતરકો કોરોના સંક્રમિત થતા તેનું મોત પણ થયું હતું. તેવા સમયે કામગીરી કરનારા લોકોને સહાય નહી મળતા દુકાનદારો દ્વારા આજે રોષ સાથે વિરોધ દર્શાવ્યો છે.અમરેલી જિલ્લામાં સસ્તા અનાજ વિતરકોને કોરોના કાળ દરમિયાન મળવાપાત્ર સહાય વહીવટી પ્રક્રિયાના કારણે હજી સુધી મળી નથી. જેને લઈ સમગ્ર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળ કરી છે. કોરોના કાળ દરમિયાન સસ્તા અનાજના દુકાન ધારકોને ગુજરાત રાજય સરકારના પરિપત્ર પ્રમાણે સહાય આપવાની હતી. જેમાં અમરેલી જિલ્લામાં કેટલાક દુકાન ધારકોને વહીવટી પ્રક્રિયાના કારણે હજી સુધી સહાય મળી નથી. તંત્રને વારંવાર રજૂઆતો કરી છતા તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ નહી દાખવતા અમરેલી જિલ્લામાં રેશનિક ધારક એસોસિએશન દ્વારા આજના દિવસે પ્રતીક હડતાળ રાખવામા આવી છે. જેના કારણે દરેક દુકાનો બંધ પાળી બોર્ડ મૂકી આજના દિવસે હડતાળ દર્શાવી છે અને ન્યાયની માંગ કરી છે. જિલ્લાની ૬૦૦ જેટલી સસ્તા અનાજની દુકાનોમાં મોટાભાગે તાળા મારી દેવાયા હતા અને રીતસર બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે. એક સાથે તમામ સસ્તા અનાજના દુકાન ધારકો દ્વારા હડતાળ રાખી સ્થાનીક અમરેલી મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. તેમજ આગામી દિવસોમાં ન્યાય નહી મળે તો વધુ હડતાળ ચાલી શકે છે. કોરોના કાળ દરમિયાન અમારા વિતરકો દ્વારા કામગીરી શરૂ રાખવામાં આવી હતી. કેટલાય વિતરણકારોને કોરોના પણ થયો હતો. જેમા ગુજરાતમાં ૬૩ જેટલા લોકો સંક્રમિતથી મૃત્યુ પણ પામ્યા છે. ત્યારે સરકાર દ્વારા ૨૫ લાખ આપવાની જાહેરાત કરી હતી. જાેકે, કેટલાયને સહાય મળી નથી. અમરેલીના પણ પાંચ જેટલા કેસ હતા. જેથી અમે આજે પ્રતીક હડતાળ કરી છે.

