ગુજરાત રાજ્યના માજી સૈનિક સંગઠન દ્વારા તેઓની ૧૪ જેટલી માગણીઓ માટે પ્રતિપૂર્વક કાર્ય કરીને આદોલન કરી રહેલ છે. શાંતિપૂર્વકના આર્દોલન ઉપર સરકારે પોલીસ દમન કરાવતા કાનજીભાઇ માોલીયા નામના પુર્વ સૈનિક શહિદ થયેલ છે.ત્યારે અમરેલી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી રજૂઆત પહોચાડવા માં આવે તેવી માંગ કરાઈ હતી ત્યારે માજી સૈનિક સંગઠનની તમામ 14 માંગણીઓ સ્વીકારી લેવામાં આવે અને જલદી આંદોલનનો સંતોષકારક ઉકેલ આવે એવી કામગીરી કરવામાં આવે અને શહીદ કાનજીભાઈ માથોલિયાના પરિવારને એક કરોડ રૂપિયા શહીદ સન્માન રાશિ ચુકવવામાં આવે તેમજ સમગ્ર ઘટનાને હાઇકોર્ટના નિવૃત્ત જજ પાસે જ્યુડીશિયલ તપાસ કરવામાં આવે એવી અમરેલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કલેકટર સમક્ષ માંગણીઓ ઉપર જલ્દીથી નિર્ણય કરે એવી અપેક્ષા સાથે બહોળી સંખ્યામાં એકત્રીત થઈને કલેકટર સાહેબ ને આવેદન પત્ર પાઠવ્યું હતું…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


