અમરેલીએસટીના યુનિયનો દ્વારા આપવામાં આવેલ અચોકકસ મુદતની હડતાલના કાર્યક્રમ મુજબ અમરેલી ડિવીઝન હેઠળ આવતા તમામ ડેપોમાં કર્મચારીઓ દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી કામ શરૂ રાખી સુત્રોચ્ચાર કરી પોતાની વિવિધ માંગણીઓના સંદર્ભે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યોહતો.અમરેલી ડેપો દ્વારા અમરેલી ડિવીઝન કચેરી સામે કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કર્યા હતા.અમરેલી ડિવીઝન હેઠળના ૧૭૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા યુનિયનને ટેકો આપી પોતાના પ્રશ્નો પ્રત્યે વિરોધનો સુર વ્યક્ત આજ રોજ કર્યો હતો.ત્યારે આગામી તા.૨૧ રોજ થી તમામ ડેપોના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમ ત્યાર બાદ તા.૨૨ ના મોડી રાતથી અચોકકસ મુદતની હડતાલમાં કર્મચારીઓ જોડાશે.ત્યારે આજ રોજ અમરેલી સંકલન સમિતિ એસટી ના કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો..
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


