પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્રારા કરવામાં આવેલ ઠરાવ અન્વયે જિલ્લાઓના ટોચના નાસતા ફરતા આરોપીઓને પકડવામાં મદદરૂપ થનાર, બાતમી આપનાર વ્યક્તિોઓને ઇનામ આપવા બાબતે સુચના કરેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓની સુચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓને અંજામ આપી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી, તે પૈકીના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ટોપ – ૧૦ નાસતા ફરતા આરોપીનો અંગે માહિતી આપનાર, પકડી પાડવામાં પોલીસને મદદરૂપ થનાર વ્યકિતઓના નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેમને રૂ.૧૦,૦૦૦/- નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.
અમરેલી જિલ્લાના ટોપ – ૧૦ નાસતા ફરતા આરોપીની વિગતઃ-
(૧) ચંદુભાઇ ગોવિંદભાઇ પટેલ, રહે.ઇટારા, તા.વીજાપુર, જિ.મહેસાણા
(૨) દિત્તીયા જીથરા પરમાર, રહે.તરછોડ, તા.જિ.દાહોદ.
(૩) પરશુ માનસીંગ પરમાર, રહે.તરછોડ, તા.જિ.દાહોદ.
(૪) દડુભાઇ સાર્દુળભાઇ કાઠી, રહે.દહીડા (ચલાલા), તા.ધારી, જિ.અમરેલી.
(૫) અબ્દુલ કૈયુદીન સ/ઓ. અલીમુદ્દીન ઉર્ફે મોહીલઅલી રહે.ધુલી ગામ, તા.ઇસ્લામપુર, જિ.ઉત્તરદીનાજપુર, પં.બંગાળ
(૬) મના વેલાભાઇદેવીપુજક, રહે.ધુડીયા આગરીયા,તા.રાજુલા, જિ.અમરેલી.
(૭) રાજુભાઇ હીરાભાઇ વાસકલીયા, રહે.પરેણી,તા.અમ્બુઆ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
(૮) સંજય ધુડકાભાઇ સોનવણે, રહે.અમરનેસ, તા.જિ.જલગાવ (મહારાષ્ટ્ર)
(૯) ભાયા કમરૂ પુરડીયા, રહે.ચગદી ફાટક, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
(૧૦) વનરાજ મંગળુભાઇ વાળા, રહે.નાની ધારી,તા.ખાંભા, જિ.અમરેલી,
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ટોપ – ૧૦ નાસતા ફરતા આરોપીઓની માહિતી આપનાર વ્યકિત, નાસતા ફરતા આરોપીને પકડવામાં પોલીસને મદદ કરનાર વ્યક્તિઓને નામ ગુપ્ત રાખવાની બાંહેધરી આપી, રૂ.૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર )નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


