બ્યુરો અમરેલી વિક્રમ સાખટ
ભારત સરકાર દ્વારા કોવિડ રસીકરણ અભિયાન અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષના વયજૂથ રસીકરણ થય રહ્યું છે ત્યારે જાફરાબાદ તાલુકા માં આજરોજ તા.૩/૧/૨૦૨૨ માં સોમવાર થી ટીંબી,નાગેશ્રી, બાબરકોટ,અને જાફરાબાદ શહેરી વિસ્તાર માં આવેલ હાઈસ્કૂલ માં રસીકરણ કોવિડ-૧૯ ની ગાઇડ લાઈન મુજબ કામગીરી સરું કરવામાં આવી
જેમાં ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકો માં જ રસીકરણ કરવાનું થતું હોય …જેમાં ખાસ જાફરાબાદ ની તારક મહેતા હાઇસ્કૂલ ના આચાર્ય શ્રી વી.બી.કુબાવત તેને પોતાના પુત્ર ને પ્રથમ રસીકરણ કરાવ્યું અને તેના દ્વારા બાળકો ને પણ રસીકરણ કરાવવા માંટે ઉત્સાહ જોવા મળ્યો હતો
બાળકો માં પણ મનમાં રહેલી શંકાઓ અને ગેરમાન્યતા દૂર થયેલી જોવા મળેલ આ સાથે ટીંબી,નાગેશ્રી, બાબરકોટ, શહેરી વિસ્તાર જાફરાબાદ અગાઉ હાઈસ્કૂલ માં જઈને બાળકો માં રસીકરણ અંગેની (આઇ.ઈ.સી.પ્રવૃત્તિ )જાણકારી પણ આપવામાં આવી છે. આ કામગીરી માં શિક્ષણ સ્ટાફ અને બાળકો નો પણ સારો સહકાર મળેલ છે.અને રસીકરણ કરાવ્યા બાદ બાળકો ના પણ પ્રતિસાદ લેવામાં આવ્યો હતો ..
..જે પણ રસીકરણ બાબત સારો પ્રતિસાદ મળેલ છે.અને ખુબજ પોઝિટિવ અભિગમ જોવા મળ્યો હતો.અને આ તકે આજના ટાર્ગેટ ૧૬૧૬ ની સામે ૧૬૧૮ ની કામગીરી થયેલ છે.આ તમામ કામગીરી ઓલ ટીમ જાફરાબાદ ના ફાળે જાય છે.તેવું તાલુકા હેલ્થ ઓફિસર – જાફરાબાદ ની યાદી જણાવે છે.