Gujarat

અમરેલી જિલ્લામાં પંજબના ‘આપ’ના નેતાઓએ પ્રચાર શરુ કર્યો

અમરેલી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. જેના કારણે રાજકારણ વધુ ગરમાયુ છે અને પ્રચાર-પ્રસાર, પુરજાેર-શોરથી ચાલી રહ્યો છે. જેના કારણે અન્ય પાર્ટીના લોકોની ચિંતા સતત વધી રહી છે. અમરેલી જિલ્લામા અલગ-અલગ વિધાનસભા વાઇઝ આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે અને લોકો વચ્ચે જઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ નાના વેપારીઓને વધુ મળી રહ્યા છે. મધ્યવર્ગને સમજાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે. અમરેલીમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા બાદ વધુ આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવાસ કરી રહ્યા છે. સાંજે રાજુલા વિધાનસભા બેઠક ઉપર પંજાબ અમૃતસર વેસ્ટના ધારાસભ્ય જીવન જ્યોત કૌર અને અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ પંજાબની ટીમ સાથે રાજુલા શહેરમાં પહોંચ્યા હતા. જ્યાં રેલી સ્વરૂપે શહેરના વેપારી સહિત લોકોને રૂબરૂ મળી પત્રિકા વિતરણ કરાઈ હતી અને ફ્રી ગેરંટી કાર્ડ મારફતે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે. સાવરકુંડલા શહેરમાં પંજાબથી મહિલા નેતા ડો.અમનદીપ કૌર સહિત નેતાઓ જાેડાયાં હતા અને લોકોને ગેરંટી કાર્ડ સાથે પ્રચાર શરૂ કરી દેવાયો છે. બીજી તરફ મહત્વની વાત એ છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓ મધ્યમ વર્ગ, ફેરીયાંઓ, શાક માર્કેટના વેપારીઓ સહિતના લોકોને સીધા મળી આમ આદમી પાર્ટી વિશે માહિતી આપી રહ્યા છે અને પ્રચાર આગળ વધાર્યો છે. તેવા સમયે કોંગ્રેસે પણ મોટાભાગની બેઠક ઉપર તેમના ધારાસભ્યો અને કાર્યકરોએ પત્રિકા મારફતે પ્રચાર શરૂ કર્યો છે. જેથી સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. આવતી ૧૬ ઓક્ટોબરે ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે અને દરિયા કાંઠે આવેલી રાજુલા ૯૮ વિધાનસભા બેઠક ઉપર આવશે અને અહીં યાત્રાનું ભાજપ દ્વાટ્ઠરા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે સભા યોજાઈ શકે છે. આ સભામાં મુખ્યમંત્રી સહિત નેતાઓ હાજર રહે તેવું ભાજપના જ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *