માલકનેશ- વાંગધ્રા ચોકડી સુધીના ડામર રોડ માં કૌભાંડ કરનાર કોન્ટ્રાકટર કનકેશ્વરી એન્ટરપ્રાઇઝ ને ફરીવાર માલકનેશ- ડેડાણ નું કામ આપવામાં આવતા ફરી એકવાર કૌભાંડ સામે આવ્યું.તંત્ર ધોર નિંદ્રામાં કે કોન્ટ્રાકટર કનકેશ્વરી એન્ટરપ્રાઇઝ ઉપર ચાર હાથ છે તેવો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો.
હાલમાં માલકનેશ થી ડેડાણ નું કામ ચાલુ હોઈ પરંતુ કામ અતિ નબળું થતાં હોવાની માહિતી મળતાં પત્રકાર એક્તા સંગઠન ખાંભાના પ્રમુખ હસમુખ.શિયાળ , ઉપ પ્રમુખ મોહસીન પઠાણ,તાલુકા સદસ્ય મગનભાઈ મકવાણા,મહેશભાઈ મકવાણા, માજી કારોબારી ચેરમેન વલ્લભભાઈ સોલંકી,જુના માલકનેશ ના ઉપ સરપંચ અનક ભાઈ કોટિલા,સરપંચના પ્રતિનિધિ મથુરભાઈ પરમાર,ડેડાણ ના પત્રકાર બહાદુરભાઈ હિરાણી,ઇસ્માઇલભાઇ વગેરે આગેવાનો રૂબરૂ મુલાકાત લઈ કામ ની ચકાસણી કરી સુપરવાઈઝરને જરૂરી કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી.નબળી કામગીરી કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે અને ગમે ત્યારે કામ અટકાવી દેવામાં આવશે.જેવી કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી.


