અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ને મુક્ત કરવા બાબતે આવેદન પત્ર આપવા માં આવ્યું
રાજ્ય ના નાગરિકોના અન્ય કોઈપણ અધિકારીઓ ની વાત હોય ત્યારે વિધાન સભાની અંદર અને બહાર લોકો ના હક્ક અને અધિકારી માટે અવાજ ઊઠવનાર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા ગેર કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી અમરેલી ના યુવા અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટર મારફતે રાજ્યપાલ ને આવેદન આપવામાં આવ્યું જિલ્લા યુવા અગ્રણી ભરતભાઈ કાતરીયા, રમેશ વાઢેર, પ્રકાશભાઈ વાઘેલા, જે.વી. મકવાણા, નિર્મળ ભાઈ બગડા, સંજય ભાઈ કાતરિયા દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી