સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિના મંત્રી તરીકે નીડર યુવાન એવા પત્રકાર નાસીરભાઈ ચૌહાણની વરણી થતાં ચાહક વર્ગમાંથી ઠેર ઠેર અભિનંદનની વર્ષા થઈ રહી છે. સાવરકુંડલા શહેરના અકિલાના પત્રકાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી ઈકબાલભાઈ ગોરી સમેત અન્ય તમામ રાજકીય આગેવાનો દ્વારા આ નિમણૂંકને સહર્ષ આવકારી ભવિષ્યમાં કોંગ્રેસ હવે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરશે એવાં સંજોગો પણ ખૂબ ઉજળા થયાં છે આમ જોઈએ તો નાસીરભાઈ ચૌહાણ પણ રાજનીતિમાં ખૂબ પારંગત અને ઘડાયેલાં નેતા ગણવામાં આવે છે. રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓનો પ્રવાહ સતત તેમનાં ચાહક વર્ગ દ્વારા અવિરત વહી રહ્યો છે. આમ હવે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી પણ વધુ સક્ષમ અને મજબૂત થશે. આવતાં દિવસો કોંગ્રેસ પક્ષ લોકહિતનાં પ્રશ્ર્નોને વાચા આપવા વધુ આક્રમક થશે એ વાત હવે સ્પષ્ટ છે.
Attachments area


