Gujarat

અમરેલી જિલ્લા પંચાયત ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સહિ ઝુંબેશ યોજાઈ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓને પોકેટ ફ્લેગ અપાયા

ભરત ગંગદેવ

  અમરેલી જિલ્લા પંચાયત ખાતે “હર ઘર તિરંગા” અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના  અધ્યક્ષસ્થાને સહિ ઝુંબેશ  યોજવામાં આવી હતી. આ સહિ ઝુંબેશમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયાવિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ અને પદાધિકારીશ્રીઓજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

           આ પ્રસંગે જિલ્લા પંચાયતની  શાખાઓના અધિકારી – કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૩૦૦ જેટલાં લોકો જોડાયાઉપસ્થિત તમામને પોકેટ ફ્લેગ આપવામાં આવ્યા હતા.  સૌ એ પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પ્રતિજ્ઞા પણ આ તકે લીધી હતી. તિરંગા કેન્દ્ર પરથી રાષ્ટ્રધ્વજ ખરીદવા નાણાં જમા કરાવ્યા હતા. આનંદ ઉત્સાહ અને રાષ્ટ્ર ભક્તિના ઉલ્લાસમય વાતાવરણમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતોતેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વાઢેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

HARGHA-TIRANGA-01.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *