Gujarat

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ બે દારૂના ધંધાર્થી તથા એક ભયજનક ઇસમ સામે પાસા અધિનિયમ મુજબ કાર્યવાહી કરી કુલ ત્રણ ઇસમોને જેલના સળીયા પાછળ ધકેલ્યા

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં દારૂના ધંધાર્થી ઇસમો તથા જીવલેણ અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે ગુનો કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખવાના તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક પ્રવૃત્તિઓ કરતા દારૂના ધંધાર્થી ઇસમો તથા ભયજનક ઇસમ વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્તો તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ. પ્રોહી બુટલેગર ઇસમોની સમાજ-વિરોધી પ્રવૃત્તિ તથા શરીર સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમોની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબનાઓએ એક સાથે ત્રણ ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ નામ વાળા ત્રણેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, તેઓના નામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.
* દારૂના ધંધાર્થીનું નામ અને તેને મોકલેલ તે જેલની વિગત
(૧) નિકુંજ ઉર્ફે ભલો હંસરાજભાઇ ઝાપડીયા, ઉં.વ.૨૬, રહે.ટોડા, તા.લાઠી, જિ.અમરેલી :મધ્યસ્થ જેલ, અમદાવાદ
(ર) વિજય ઉર્ફે લાલો કાથડભાઇ બંધીયા, ઉ.વ.૩૫, રહે.ટોડા, તા.લાઠી, જિ.અમરેલી, લાજપોર મધ્યસ્થ જેલ,સુરત
* ભયજનક ઇસમન નામ અને તેને મોકલેલ તે જેલની વિગતઃ
(૧) દાઉદ કાળુભાઇ મોરી, ઉં.વ.૨૨, રહે.સાવરકુંડલા, મારૂતિનગર, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.જિલ્લા જેલ, મહેસાણા
* દારૂના ધંધાર્થી નિકુંજ ઉર્ફે ભલો હંસરાજભાઇ ઝાપડીયાનો ગુનાહિત ઇતિહાસ – (૧) લાઠી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૬/૨૦૨૨, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી)
* દારૂના ધંધાર્થી વિજય ઉર્ફે લાલો કાથડભાઇ બંધીયાનો ગુનાહિત ઇતિહાસ
(૧) લાઠી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૭૩/૨૦૧૮, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧
(ર) લાઠી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૬/૨૦૨૨, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી)
* ભયજનક ઇસમ દાઉદ કાળુભાઇ મોરીનો ગુનાહિત ઇતિહાસ
(૧) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૦૭/૨૦૧૯, આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫
(ર) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૦૦૫૫૯/૨૦૨૦, આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(બી)(એ)
(૩) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૨૦૩૦૧/૨૦૨૨, આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(બી)(એ) તથાજી.પી.એક્ટ કલમ ૧૩૫
(૪) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૦/૨૦૧૭, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ)
(૫) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૫૭/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ)
(૬) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૭૫૪૪૨૦૨૦, પ્રોહી એક્ટ કલમ ૬૫(સી)(ડી)(ઇ)(એફ)
 (૭) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૦/૨૦૨૧, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ)
(૮) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૯૦/૨૦૨૧, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ)
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220514-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *