અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.વી.જાધવ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ વાયરલેસ ઇન્સ્પેકટરશ્રી જે.એમ.કડછા સાહેબનાઓના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકાર ગૃહ વિભાગ હસ્તકના VISWAS Project અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામા આવી રહેલ છે.
તા.૧૫/૦૮/૨૦૨૨ ના રોજ અમરેલી શહેરના નાગરીક શ્રીમતી હેતલબેન ચંદુભાઇ ખુમાણ રહે. દ્રારકેશનગર અમરેલીનાઓ રાજકમલ ચોક ખાતેથી પસાર થતી વખતે તેઓનું હાથ પર્સ પડી ગયેલ હોય જે પર્સમા રાખેલ રોકડા રૂ.૨૩૦૦/- હોવાનુ જણાવેલ, જે બાબતે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ)ની મુલાકાત લેતા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ખાતેના ફરજ પરના હેડ કોન્સ. પ્રકાશભાઇ ગામીત તથા હેડ કોન્સ. અશરફભાઇ શેખ તથા એલ.આર.ડી.ધારાબેન સાંગણી સ્ટાફે તાત્કાલીક રાજકમલ ચોક પરના સીસીટીવી ફૂટેજ ચકાસતા રાજકમલ ચોક ખાતેના સી.સી.ટી.વી. ચેક કરતા એક હાથ લારી વાળો કોઇ ચીજવસ્તુ ઉપાડતો જોવામા આવતો હોવાનું જોવા મળેલ જે હાથ લારી વાળાને સીસીટીવી કેમેરાના આધારે ટ્રેક કરી અમરેલી સીટી પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમને જાણ કરી સદરહું હાથ લારી વાળાને શોધી તેની પુછપરછ કરતા તેઓને રસ્તા પરથી પર્સ મળેલ હોવાનુ જણાવેલ તે પર્સ શ્રીમતી હેતલબેન ચંદુભાઇ ખુમાણનાઓનું હોવાની ખરાઇ થતા તેઓને પરત કરવામાં આવેલ છે.
આમ, અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.વી.જાધવ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ વાયરલેસ ઇન્સ્પેકટરશ્રી જે.એમ.કડછા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ)ના સ્ટાફ દ્વારા સીસીટીવી સર્વેલન્સની કામગીરી દરમ્યાન પર્સ શોધી કાઢી મુળ માલીક શ્રીમતી હેતલબેન ચંદુભાઇ ખુમાણનાઓને સોપેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


