Gujarat

અમરેલી દુધાળા ગામમાં ઘરોની છત પર સોલાર પેનલ લગાવાશે

સુરત
આવનારા દિવસોમાં દુધાળા ગામના કોઈ પણ વ્યક્તિને લાઈટબીલ ભરવું ન પડે અથવા તો વધારે વપરાશ કરે તેટલું જ કરવું પડે એવું લાંબાગાળાનું આયોજન કરી ગામ લોકોને ફાયદો થાય તે માટેની યોજના ટૂંક સમયમાં અમલમાં મૂકવા જઇ રહ્યા છે. જાે કે છેલ્લા કેટલાક વર્ષોથી દુધાળા ગામના કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો તેની સારવાર એસઆરકે ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. મારુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી હું મારા વતનમાં પ્રથમ વખત આવ્યો હોવાથી મારા પરિવારની એવી ભાવના છે કે ગામના નાના-મોટા દરેક વ્યક્તિને ઓછામાં ઓછા ૫ હજાર રૂપિયાથી લઈને જરૂરિયાત મુજબ આર્થિક સહાય પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવે. બધી જ યોજનાઓ પાછળ લગભગ ૬ કરોડથી વધારે ખર્ચ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી સૌર ઊર્જાની જાગૃતિ વધી છે. કેટલાક આખા ગામો પણ સોલારથી સજ્જ થયા છે. ત્યારે દેશનું કદાચ એકમાત્ર ગામ એવુ હશે કે જે સોલારથી સજ્જ હશે. સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા અમરેલી જિલ્લાના લાઠીમાં આવેલું પોતાનું વતન દુધાળાને સ્વખર્ચે સોલારથી સજ્જ કરશે. હાલમાં દુધાળા ગામમાં ૧૨૦૦ની વસ્તી છે ૩૦૦ ઘર છે. જે બધા જ ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટેનો સંકલ્પ કર્યો છે. તે માટે સર્વે પણ થઇ ગયો છે. દરેક ઘરમાં ૨ કિલો વોલ્ટથી લઈને ૫ કિલો સુધી વપરાશ છે.

Solar-panels-will-be-installed-on-the-roofs-of-houses.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *