Gujarat

અમરેલી નગરપાલિકા દ્વારા બનાવેલ ઇ લાઈબ્રેરી ની શરૂ કરવા  ની માંગ કરતા વિપક્ષ નેતા સમીર કુરેશી

સવિનય જયભારત સાથ જણાવવાનું કે, અમરેલી નગરપાલિકા દ્વારા સરકારશ્રીની ગ્રાંટમાંથી લાખો રૂપીયાના ખર્ચે નાગનાથ મંદિર પાસે ઘણા સમય પહેલા ‘ઇ’ લાયબ્રેરી માટે અધતન બિલ્ડીંગ બનાવવામાં આવેલું છે. જે હાલમાં અમારી જાણ મુજબ બંધ હાલતમાં છે.
હાલ ગુજરાત રાજયમાં પોલિસ ભરતી, તલાટી કમ મંત્રી, ફોરેસ્ટની ભરતી માટેની મહત્વની પરીક્ષાઓ સરકારશ્રી તરફથી લેવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ આવી મહત્વની ભરતીઓ આવનાર હોય, જેને અનુસંધાને અમરેલી શહેરના વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષા પસાર કરવા માટે સતત વાંચન કરી રહેલ છે અને હાલ શહેરમાં અન્ય એક જ લાયબ્રેરી હોય, જયાં આવા વિદ્યાર્થી પુષ્કળ પ્રમાણમાં વાંચન કરવા માટે એકઠા થતા હોય અને જેથી તેઓ પરીક્ષારૂપી સાહિત્યનું વાંચન કરી શકતા નથી. જેથી અમરેલી નગરપાલિકા પાસે લાયબ્રેરીની વ્યવસ્થા હોય અને તેને કાર્યરત કરવામાં આવે તો આવા વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીનો લાભ લઇ શકે અને પોતાના ભવિષ્ય માટે પરીક્ષાની તૈયારી માટે આવી વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે. માટે આપ સાહેબને અમારી રજુઆત છે કે ઉપરોકત દર્શાવેલ સરનામે આવેલ “ઇ-લાયબ્રેરી” તાત્કાલીક કાર્યરત કરીને અમરેલી શહેરના તથા આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા કરશોજી.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220218-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *